Wednesday, June 11, 2025
Google search engine
HomeNewsMumbaiબાંધકામ-હેઠળના ફ્લાયઓવરનો ભાગ તૂટી પડ્યો; 14ને ઈજા

બાંધકામ-હેઠળના ફ્લાયઓવરનો ભાગ તૂટી પડ્યો; 14ને ઈજા

મુંબઈઃ અત્રે બાન્દ્રા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) વિસ્તારમાં મુખ્ય માર્ગને સાન્તાક્રુઝ-ચેંબૂર લિન્ક રોડ સાથે જોડતા ફ્લાયઓવરનો એક ભાગ આજે વહેલી સવારે લગભગ 4.30 વાગ્યે તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં 14 વ્યક્તિને ઈજા થઈ છે. સદ્દભાગ્યે એમની ઈજા સાધારણ પ્રકારની છે.

તમામ ઈજાગ્રસ્તોને સાંતાક્રુઝ ઉપનગરની વી.એન. દેસાઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તે બધાયની હાલત સ્થિર છે. ઈજાગ્રસ્તોમાંના 13 જણને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે. કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈ પણ વ્યક્તિ ગૂમ પણ થઈ નથી. ઘટનાની જાણ થતાં પોલીસો અને ફાયર બ્રિગેડના જવાનો તરત જ ત્યાં પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular