Thursday, May 15, 2025
Google search engine
HomeNewsNationalમુંબઈ:ઝરૂખો કાર્યક્રમમાં વાર્તાકારોને સાંભળશે સર્જક મધુ રાય

મુંબઈ:ઝરૂખો કાર્યક્રમમાં વાર્તાકારોને સાંભળશે સર્જક મધુ રાય

મુંબઈ: મુંબઈની સાહિત્યિક સાંજ ‘ઝરૂખો’માં અવનવા પ્રયોગો થતા રહે છે. 1 ફેબ્રુઆરી બોરીવલી ખાતે ‘ઝરુખો’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કાર્યક્રમમાં જાણીતા નાટ્યલેખક, વાર્તાકાર તથા નવલકથાકાર મધુ રાયની સંગત હશે.

‘એક વાર નાટકમાં, આઈ ટેલ યુ’ તથા ‘મેં કોઈને કીધું નથી, ડીયર’ એમ બે વાક્યો સર્જક મધુ રાયે આપ્યાં છે જેને સાંકળીને વાર્તાકારો પોતાની ટૂંકી વાર્તાનું સર્જન કરી કાર્યક્રમમાં પઠન કરશે. શ્રોતાઓ પણ સર્જક સાથે સંવાદ કરી શકશે.

મધુ રાય આપણી ભાષાનાં ટોચના સર્જક છે. એમનો પ્રથમ વાર્તાસંગ્રહ હતો ‘બાંશી નામે છોકરી’ અને ત્યારબાદ ‘રૂપકથા’,’કાલસર્પ’ જેવા પ્રયોગશીલ વાર્તાસંગ્રહ એમણે આપ્યા.’કોઈ પણ એક ફૂલનું નામ બોલો’ તથા ‘કુમારની અગાશી’ એમનાં ખૂબ જાણીતાં નાટકો છે.

એમની ‘કિમ્બલ રેવન્સવુડ ‘ નવલકથા પરથી ‘મિ.યોગી’ ટેલિસિરિયલ બની અને પછીથી ‘વૉટ્સ યોર રાશિ!’ એ નામે હિન્દી ફિલ્મ પણ બની હતી. વાર્તાકાર સંદીપ ભાટિયા, સમીરા પત્રાવાલા , રાજુલ ભાનુશાલી તથા અન્ય એક કે બે વાર્તાકારો પોતાની વાર્તા રજૂ કરશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંજય પંડ્યા કરશે.

આ કાર્યક્રમમાં સાઈબાબા મંદિર, બીજે માળે, સાઈબાબા નગર,બોરીવલી પશ્ચિમના સરનામે 1 ફેબ્રુઆરીએ યોજાશે. ઈચ્છુક દરેક કલાપ્રેમી કે સાહિત્યરસિક કાર્યક્રમમાં જોડાઈ શકે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular