Thursday, July 3, 2025
Google search engine
HomeNewsMumbaiમુંબઈ: મહાકાય હોડિંગે લીધા 14નાં જીવ, સરકારે સહાયની કરી જાહેરાત

મુંબઈ: મહાકાય હોડિંગે લીધા 14નાં જીવ, સરકારે સહાયની કરી જાહેરાત

મુંબઈ: સોમવારે મુંબઈમાં ભારે તોફાનના કારણે ઘાટકોપર વિસ્તારમાં એક વિશાળ હોર્ડિંગ (બિલબોર્ડ) પડી જતાં એક મોટી દુર્ઘટના થઈ હતી.મંગળવારે વહેલી સવારે આ ઘટનામાં મૃત્યુઆંક વધીને 14 થયો હતો અને ઓછામાં ઓછા 74 લોકો ઘાયલ થયા હતા. NDRFની ટીમોએ હોર્ડિંગ નીચે ફસાયેલા લોકોને બચાવવા માટે આખી રાત બચાવ કામગીરી હાથ ધરી હતી.અધિકારીઓનું કહેવું છે કે આ હોર્ડિંગ મ્યુનિસિપલ બોડીની પરવાનગી વગર બાંધવામાં આવ્યું હતું.

આ હોર્ડિંગ પંત નગરમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર એક પેટ્રોલ પંપ પર પડ્યું જ્યાં ઘણા લોકો હાજર હતા.આ હોર્ડિંગ અંદાજે 17,040 ચોરસ ફૂટનું હતું અને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં સૌથી મોટા બિલબોર્ડ તરીકે પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. BMC અનુસાર, તે સ્થાન પર ચાર હોર્ડિંગ્સ હતા અને તે તમામ ACP (વહીવટ) દ્વારા પોલીસ કમિશનર (મુંબઈ રેલ્વે) માટે મંજૂર કરવામાં આવ્યા હતા. BMCના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “હોર્ડિંગ્સ લગાવતા પહેલા એજન્સી/રેલ્વે દ્વારા BMC પાસેથી કોઈ પરવાનગી/NOC લેવામાં આવી ન હતી.”

બિલબોર્ડ બનાવનાર એજન્સી મેસર્સ ઇગો મીડિયા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ BMCએ FIR નોંધી છે. BMCએ કહ્યું છે કે ત્યાં 40 x 40 ચોરસ ફૂટના મહત્તમ કદના હોર્ડિંગ્સ લગાવવાની પરવાનગી આપવામાં આવી છે. જ્યારે કે જે હોર્ડિંગ પડ્યું તેનું કદ 120 x 120 ચોરસ ફૂટ હતું. BMC એ એજન્સી (M/s Ego) ને પરવાનગીના અભાવે તાત્કાલિક અસરથી તેના તમામ હોર્ડિંગ્સ દૂર કરવા નોટિસ જારી કરી છે.

હોર્ડિંગ્સ બરાબર દેખાય તે માટે 8 વૃક્ષોને ઝેર આપવામાં આવ્યું

BMC હેડક્વાર્ટરમાં ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લીધા બાદ મીડિયા સાથે વાત કરતા BMC કમિશનર ભૂષણ ગગરાણીએ કહ્યું, ‘આ એક ગેરકાયદેસર હોર્ડિંગ છે. જે જગ્યાએ આ ઘટના બની ત્યાં રેલવેની જમીન પર ચાર હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા અને તેમાંથી એક પડી ગયું છે. BMC એક વર્ષથી હોર્ડિંગ્સ લગાવવા સામે વાંધો ઉઠાવી રહી હતી. તેમણે કહ્યું,’છેડા નગર જંકશન પાસે 8 વૃક્ષોને ઝેર આપવામાં આવ્યું હતું જેથી હોર્ડિંગ્સ યોગ્ય રીતે દેખાય. (ઝાડને સૂકવવા માટે તેના મૂળમાં રસાયણો નાખવામાં આવ્યા હતા.) આ સંબંધમાં BMCએ 19 મે, 2023ના રોજ FIR નોંધાવી હતી.

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે સોમવારે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.તેમણે મૃતકોના પરિવારજનો માટે રૂ.5 લાખની એક્સ-ગ્રેશિયા રકમની જાહેરાત કરી અને કહ્યું કે ઘાયલોની સારવારનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. બીજી ઘટનામાં વડાલામાં લોખંડનો ટાવર તૂટી પડ્યો હતો. 4:22 વાગ્યે, વડાલાના બરકત અલી નાકામાં શ્રીજી ટાવર પાસે મેટલ/સ્ટીલ પાર્કિંગ ધરાશાયી થયું. રસ્તાના કિનારે પાર્ક કરાયેલા અનેક વાહનો તેની સાથે અથડાયા હતા. કારની અંદર એક વ્યક્તિ ફસાઈ ગયો હતો. મુંબઈ ફાયર બ્રિગેડ (MFB) એ તેને બચાવ્યો.

BMCના જણાવ્યા અનુસાર, બાંદ્રામાં અન્ય એક ઘટનામાં, હિલ રોડ પર ખીમજી પેલેસ પાસે એક ઉંબરના ઝાડની ડાળી તૂટીને પડી હતી, જેના કારણે એસ્બેસ્ટોસની ચાદરમાંથી બનેલા શેડની નીચે બે વ્યક્તિઓ ફસાયા હતાં. આ ઘટનામાં 38 વર્ષીય અબ્દુલ ખાન ગંભીર રીતે ઘાયલ થયા અને 35 વર્ષીય ઈરફાન ખાનનું મોત થયું.મુંબઈમાં જોગેશ્વરી મેધવાડી વિસ્તારમાં ભારે પવનને કારણે વૃક્ષો મૂળથી ઉખડી ગયા હતાં.આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થયો અને એક ઓટોરિક્ષાને નુકસાન થયું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular