Saturday, May 17, 2025
Google search engine
HomeNewsMumbaiમુંબઈકર્સ સાચવીને વાપરજો પાણી, BMCએ લીધો છે આવો નિર્ણય

મુંબઈકર્સ સાચવીને વાપરજો પાણી, BMCએ લીધો છે આવો નિર્ણય

મુંબઈ: મહારાષ્ટ્રમાં ગંભીર બની રહેલા જળ સંકટની અસર હવે મુંબઈમાં પણ જોવા મળી રહી છે. મુંબઈને પાણી પૂરું પાડતા ડેમનું જળસ્તર ખૂબ જ નીચા સ્તરે પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં BMCએ પાણી પુરવઠામાં કાપ મૂકવાનો નિર્ણય લીધો છે. મુંબઈમાં 30 મેથી 5 ટકા અને 5 જૂનથી 10 ટકા પાણીકાપ થશે. પાણીની તંગીને ધ્યાનમાં રાખીને BMCએ મુંબઈકરોને પાણીનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવાની સલાહ આપી છે. ગત વર્ષે ઓછો વરસાદ થયો હતો જેના કારણે ગત વર્ષની સરખામણીમાં આ વખતે ડેમમાં 5.64 ટકા ઓછું પાણી છે.

મુંબઈને પાણી પુરૂ પાડતા તમામ ડેમમાં હાલ માત્ર 1 લાખ 40 હજાર 202 મિલિયન લિટર પાણી બચ્યું છે. પાણીની તંગીને દૂર કરવા માટે ભાતસા ડેમ અને અપર વૈતરણા ડેમમાંથી મુંબઈને પાણી પૂરું પાડવામાં આવશે. થાણે, ભિવંડી-નિઝામપુર મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત જે ગામડાઓને BMC દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે. હવે તેમાં પણ 5-10 ટકા પાણીનો ઘટાડો થશે. BMCએ પાણી બચાવવા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે.

BMC ની માર્ગદર્શિકા

  • સ્નાન માટે શાવરને બદલે ડોલનો ઉપયોગ કરો
  • બ્રશ કરતી વખતે અથવા શેવિંગ કરતી વખતે બિનજરૂરી રીતે નળને ખુલ્લું ન રાખો.
  • વાસણો સાફ કરતી વખતે નળને સતત ખુલ્લું રાખવાને બદલે, જરૂર પડે ત્યારે જ નળ ચાલુ કરો.
  • કાર ધોવા માટે પાઈપવાળા પાણીનો ઉપયોગ કરવાને બદલે કપડું ભીનું કરો અને કાર સાફ કરો.
  • હોટલ અને ગિફ્ટ હાઉસમાં ગ્રાહકોને જરૂરિયાત મુજબ પાણી આપો

મહારાષ્ટ્રના 10 હજાર ગામોમાં પાણીની તંગી
મહારાષ્ટ્રના લગભગ 10 હજાર ગામડાઓમાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. ઘણા ગામોમાં 10-10 દિવસથી પાણી મળતું નથી. પાણીના અભાવે પ્રાણીઓ અને છોડ પર મોટી અસર પડી રહી છે. જળસંકટની સમસ્યાને પહોંચી વળવા મુખ્યમંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે પાણી પહોંચાડવાના આદેશ આપ્યા છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular