Thursday, May 15, 2025
Google search engine
HomeNewsNationalપેરાસિટામોલ સહિત 50 થી વધુ દવાઓ પર મૂકાયો પ્રતિબંધ

પેરાસિટામોલ સહિત 50 થી વધુ દવાઓ પર મૂકાયો પ્રતિબંધ

સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) ગુણવત્તા પરીક્ષણમાં 53 દવાઓ ફેલ થઈ છે. આમાં બીપી, ડાયાબિટીસ અને વિટામિન્સ માટેની કેટલીક દવાઓનો પણ સમાવેશ થાય છે. CDSCO જે દવાઓ નિષ્ફળ ગઈ છે તેમાં પીડા રાહત આપતી દવા ડિક્લોફેનાક, તાવ ઘટાડવાની દવા પેરાસીટામોલ, એન્ટિફંગલ દવા ફ્લુકોનાઝોલ અને કેટલીક વિટામિન દવાઓનો સમાવેશ થાય છે. આ દવાઓ દેશની ઘણી મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા બનાવવામાં આવે છે. આ દવા ક્વોલિટી ટેસ્ટમાં ફેલ થઈ છે અને તેને સ્વાસ્થ્ય માટે જોખમી જાહેર કરવામાં આવી છે.

CDSO 53 દવાઓના પરીક્ષણમાં ફેલ ગઈ છે, જોકે 48 દવાઓની યાદી બહાર પાડવામાં આવી છે. કારણ કે 5 દવાઓ બનાવતી કંપની કહે છે કે આ તેમની દવા નથી. તેમની કંપનીના નામે જ નકલી દવાઓ બજારમાં વેચાઈ રહી છે. જે દવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમાં સન ફાર્મા દ્વારા ઉત્પાદિત પેન્ટોસીડ ટેબ્લેટનો ઉપયોગ એસિડ રિફ્લક્સની સારવાર માટે થાય છે. ઘણા લોકો આ દવાનો ઉપયોગ કરે છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં તેનો વપરાશ પણ વધ્યો છે, પરંતુ આ દવા પણ ટેસ્ટમાં પાસ થઈ નથી.

કેલ્શિયમ અને વિટામિન ડીની ગોળીઓ – શેલ્કલ અને પલ્મોસિલ ઈન્જેક્શન, જેનો ઉપયોગ હાઈ બીપીની સારવાર માટે થાય છે, તે પણ ટેસ્ટમાં નિષ્ફળ ગયો. અલ્કેમ હેલ્થ સાયન્સની એન્ટિબાયોટિક ક્લાવમ 625 દવા પરીક્ષણમાં નિષ્ફળ ગઈ. જો કે, કેટલીક ફાર્માસ્યુટિકલ કંપનીઓએ એવો પણ દાવો કર્યો છે કે સીડીએસઓ દ્વારા ચિહ્નિત કરાયેલી દવાઓની બેચ નકલી છે અને તેમના દ્વારા બનાવવામાં આવતી નથી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular