Saturday, June 28, 2025
Google search engine
HomeNewsGujaratવરાછામાંથી 150 કિલોથી વધુ નકલી પનીર પકડાયું: ત્રણની ધરપકડ

વરાછામાંથી 150 કિલોથી વધુ નકલી પનીર પકડાયું: ત્રણની ધરપકડ

સુરતઃ આરોગ્ય વિભાગે વરાછા વિસ્તારમાં પોલીસના સહયોગથી તાસની વાડીમાં દરોડા પાડ્યા હતા, જેમાં 150 કિલોથી વધુ શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે આ સંદર્ભે ત્રણ જણની અટકાયત કરી છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે.

સુરત જમણ માટે પ્રસિદ્ધ છે, પણ સ્વાદરસિયાના શોખીનો માટે ક્યારેક બહારનું ભોજન જોખમી પણ સાબિત થઇ શકે છે, વરાછા વિસ્તારમાં બનાવટી પનીર પકડાયું છે.જેના પગલે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે પોલીસને સાથે રાખીને તાસની વાડીમાં દરોડા પાડ્યા હતા. અહીંથી દરોડામાં 150 કિલોથી પણ વધુ શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા આ પનીરને જપ્ત કરી તેના નમૂના લઈને પૃથક્કરણ માટે મોકલી આપ્યા હતા.  પોલીસે આ ઘટનામાં ત્રણ જણની અટકાયત કરવામાં આવી હતી.આરોગ્ય વિભાગ અને પોલીસની કાર્યવાહીને પગલે અખાદ્ય ફૂડ પ્રોડક્ટ વેચતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ સાથે શહેરમાં હોટેલ, રેસ્ટોરાંમાં અને નાસ્તાની ચાલતી હાટડી ચલાવતા ફૂડ સ્ટોલધારકોમાં પણ ફફડાટ વ્યાપ્યો છે. આરોગ્ય વિભાગ આ પનીર સંદર્ભે વધુ તપાસ કરે તો અનેક વિગતો બહાર આવે એવી શક્યતા છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular