Monday, May 19, 2025
Google search engine
HomeNewsEntertainmentમિથુનની પહેલી પત્ની હેલેનાનું નિધન, શું છે તેણીનું ગુજરાતી કનેક્શન?

મિથુનની પહેલી પત્ની હેલેનાનું નિધન, શું છે તેણીનું ગુજરાતી કનેક્શન?

મુંબઈ: મિથુન ચક્રવર્તીની પહેલી પત્ની હેલેના લ્યુકે આ દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું છે. અભિનેત્રી હેલેનાનું અમેરિકામાં નિધન થયું છે. આ દુ:ખદ ઘટનાના સમાચાર પ્રખ્યાત ડાન્સર અને અભિનેત્રી કલ્પના અય્યરે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. 3 નવેમ્બરના રોજ તેમનું અવસાન થયું.

એવું કહેવામાં આવી રહ્યું છે કે તાજેતરમાં તેમની તબિયત સારી ન હતી, પરંતુ તેમણે ડૉક્ટરની સલાહ લીધી ન હતી. હેલેનાને અમિતાભની હિટ ફિલ્મ ‘મર્દ’થી લોકપ્રિયતા મળી હતી. આ ફિલ્મમાં તેનું પાત્ર ખૂબ જ ખાસ હતું, જે બ્રિટિશ રાણીનું હતું.

મિથુન અને હેલેના પહેલી નજરમાં પ્રેમમાં પડ્યા

‘મર્દ’ સિવાય તે બીજી ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા હતા, જેમાં ‘આઓ પ્યાર કરેં’, ‘દો ગુલાબ’ અને ‘સાથ સાથ’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. હેલેનાએ બોલિવૂડ સુપરસ્ટાર મિથુન ચક્રવર્તી સાથે લગ્ન કર્યા હતા. અભિનેત્રી સારિકા સાથેના બ્રેકઅપ બાદ મિથુન ચક્રવર્તી મોડલ-અભિનેત્રી હેલેના લ્યુકને મળ્યા હતા. કહેવાય છે કે બંને પહેલી નજરમાં જ પ્રેમમાં પડ્યા અને લગ્ન કરી લીધા.

લગ્નના 4 મહિના પછી હેલેનાએ છૂટાછેડા લીધા

તે સમયે મિથુન તેની કારકિર્દીની ટોચ પર હતા. જોકે, 1979માં થયેલા આ લગ્ન લાંબો સમય ટકી શક્યા નહીં અને તે જ વર્ષે સંબંધ તૂટી ગયો. એવું કહેવાય છે કે લગ્નના 4 મહિના પછી હેલેનાએ છૂટાછેડા લીધા અને મિથુને પછી યોગિતા બાલી સાથે લગ્ન કર્યા.

ડેલ્ટા એરલાઇન્સમાં એર હોસ્ટેસ તરીકે કામ કર્યું

હેલેનાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી અંતર બનાવી લીધું હતું. ડેલ્ટા એરલાઇન્સમાં એર હોસ્ટેસ તરીકે પણ કામ કર્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ અમેરિકા ખાતે સ્થાયી થયા હતા.66 વર્ષનાં હેલેના advanced diabetesથી ગ્રસ્ત હતા.

હેલેના લ્યુકેનું ગુજરાતી કનેક્શન શું છે?

સાઉથ ગુજરાતના સુરતમાં હેલેનાનો જન્મ થયો હતો. તેણીના માતા ગુજરાતી હતા અને પિતા વિદેશી.1980ના દાયકામાં ઘણાં ગુજરાતી નાટકોમાં એમણે હીરોઇનની ભૂમિકા ભજવી હતી. કાંતિ મડિયા દિગ્દર્શિત “ષડ્યંત્ર”, “સખારામ બાઈન્ડર”, “હેલ્લો દાર્લિંગ” તેમજ દિન્યાર કોન્ટ્રાકટરના પારસી ગુજરાતી નાટકોમાં તેમણે અભિનય કર્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular