Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsGujaratવડોદરામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, શાળાઓમાં રજા

વડોદરામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, શાળાઓમાં રજા

ગુજરાત સહિત દેશભરમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ત્યારે આજે ગુજરાતના વડોદરામાં બારેમેઘ ખાંગા થયા હતા. એકધારા વરસાદથી વડોદરા શહેર જિલ્લામાં આભ ફાટ્યું હોય તેવી સ્થતિ સર્જાઈ છે. સવારથી અત્યારસુધી સૌથી વધુ પાદરામાં સાડા 7 ઇંચ વરસાદ ખાબક્યો છે. જયારે વડોદરા શહેરમાં 6 ઇંચ અને શિનોરમાં 5 ઈંચ વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું છે.

વડોદરામાં ભાવે વરસાદને પગલે શાળાઓ બંધ રાખવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આ અંગેનો આદેશ કરવામાં આવ્યો છે. શિક્ષણાધિકારી આર આર વ્યાસે આદેશ કર્યો છે કે, ગુરુવારે તમામ શાળાઓને બંધ રાખવામાં આવશે. વડોદરા શહેર અને જિલ્લામાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદને લઈ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.

ભારે વરસાદના કારણે વડોદરા શહેર, પાદરા અને શિનોર તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શિનોરના તરવા, ટીમ્બરવા, સાધલી, અવાખલ, ઉતરાજ, બાવળિયા, દિવેર, મિંઢોળ, સુરાશામળ સહિત મોટાભાગના ગામડાઓમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. સાધલી – શિનોરના માર્ગ પર પણ વરસાદી પાણી વહેતાં થયાં છે. જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે. નીચાણવાળા વિસ્તારમાં આવેલાં ખેતરો પણ પાણીથી તરબોળ થયા. ખેડૂતોએ નવા મૂકાયેલ બિયારણના ખેતીપાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular