Saturday, May 17, 2025
Google search engine
HomeNewsEntertainmentઆ અભિનેતાએ મળાવ્યા હતા અનંત અને રાધિકાને, ગિફ્ટમાં 30 કરોડનો બંગલો ?

આ અભિનેતાએ મળાવ્યા હતા અનંત અને રાધિકાને, ગિફ્ટમાં 30 કરોડનો બંગલો ?

મુંબઈ: ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન અને પ્રસંગ સંબંધિત મહેમાનો સતત ચર્ચામાં રહ્યાં. માત્ર ભારતમાં જ નહીં વિશ્વભરના સૌથી લોકપ્રિય સેલેબ્સ અંબાણી પરિવારના ભવ્ય મેળાવડાનો ભાગ બનતા જોવા મળ્યા હતા.

પરંતુ સોશિયલ મીડિયા પર બોલિવૂડને લગતા પોતાના અનોખા અને વિવાદાસ્પદ દાવાઓને કારણે ચર્ચામાં રહેનાર કમાલ રાશિદ ખાન ઉર્ફે KRKએ તાજેતરમાં એક નવો દાવો કર્યો છે. તેણે કહ્યું કે જાવેદ જાફરીના પુત્ર, અભિનેતા મીઝાન જાફરીએ રાધિકાનો અનંત સાથે પરિચય કરાવ્યો હતો અને તેના માટે તેને એક મોટી ભેટ પણ મળી હતી!

મુકેશ અંબાણીએ મીઝાનને 30 કરોડ રૂપિયાનો બંગલો ગિફ્ટ કર્યાનો દાવો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા કમલે લખ્યું, ‘એક્ટર જાવેદ જાફરીનો પુત્ર મીઝાન મુંબઈના સંધુ પેલેસ બાંદ્રામાં રહે છે. કારણ કે મુકેશ અંબાણીએ તેમને 30 કરોડ રૂપિયાનું આ લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ ગિફ્ટ કર્યું છે. વાસ્તવમાં મીઝાને રાધિકા મર્ચન્ટની ઓળખાણ અનંત અંબાણી સાથે કરાવી હતી. કંઈ પણ થઇ શકે છે.’

કેઆરકેનો દાવો એવો હતો કે બહુ જલ્દી લોકો તેમાં રસ લેવા લાગ્યા. પરંતુ હવે મીઝાન જાફરીના પિતા વરિષ્ઠ અભિનેતા જાવેદ જાફરીએ KRKની પોસ્ટ પર ટિપ્પણી કરી છે. જાવેદે હસતા ઇમોજી સાથે KRKની પોસ્ટનો જવાબ આપ્યો અને લખ્યું, ‘કંઈ પણ!’

જાવેદ જાફરીના જવાબ બાદ ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ પણ KRKની મજાક ઉડાવતા જોવા મળ્યા હતા.એક યુઝરે લખ્યું, ‘KRK હજુ પણ WhatsApp ફોરવર્ડમાં વિશ્વાસ રાખે છે.’ અન્ય એક યુઝરે હસતા ઇમોજી સાથે લખ્યું, ‘તેમની દરેક ટ્વીટ બોલે છે, કંઈપણ થઈ શકે છે.’

મીઝાન અનંત અંબાણીના સારા મિત્ર છે

KRKના દાવાઓ અને તેના પર કરવામાં આવેલા જોક્સ સિવાય, મીઝાન જાફરી વાસ્તવમાં અનંત અંબાણીના સારા મિત્ર છે. તે આખા મહિના દરમિયાન અનંતના લગ્નના તમામ ફંક્શનમાં જોવા મળ્યો હતો. મીઝાને તેની કારકિર્દી નિર્દેશક સંજય લીલા ભણસાલી સાથે આસિસટન્ટ ડિરેક્ટર તરીકે શરૂ કરી હતી. તેણે ભણસાલી સાથે ‘પદ્માવત’ અને ‘બાજીરાવ મસ્તાની’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

આ પછી, મીઝાને 2019માં ભણસાલી દ્વારા નિર્મિત ફિલ્મ ‘મલાલ’થી ડેબ્યૂ કર્યું હતું. તેમજ ગત વર્ષે રિલીઝ થયેલી ‘યારિયાં 2’ પણ મીઝાને મહત્વની ભૂમિકા ભજવી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular