Friday, May 16, 2025
Google search engine
HomeNewsમાઝી મુંબઈએ ટાઈગર્સ ઓફ કોલકત્તાને 6 વિકેટે હરાવ્યું

માઝી મુંબઈએ ટાઈગર્સ ઓફ કોલકત્તાને 6 વિકેટે હરાવ્યું

મુંબઈ: ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ સીઝન-2માં 3જી ફેબ્રુઆરીએ માઝી મુંબઈએ ટાઇગર્સ ઓફ કોલકત્તાને 6 વિકેટથી હરાવીને પોતાની જીતનો સિલસિલો સતત છઠ્ઠી મેચમાં પણ યથાવત રાખ્યો હતો. મેન ઓફ ધી મેચ વિજય પાવલેને જાહેર કરવામાં આવ્યા હતા.બેટિંગ માટે ઉતરેલી, કોલકત્તાની ટીમે 10 ઓવરના અંતે 9 વિકેટે 44 રન કર્યા હતા. કોલકત્તા તરફથી એક માત્ર સરફાઝ ખાન જ બે આંકડાના સ્કોર સુધી પહોંચી શક્યો હતો. તેણે 14 બોલમાં 14 રન કર્યા હતા. જ્યારે બાકીના બધાં જ ખેલાડીઓ એક અંકમાં જ સિમિત રહ્યા હતા. મુંબઈ તરફથી અભિષેક દોલ્હોરે 3 વિકેટ લીધી હતી. જ્યારે અંકુર સિંઘ અને વિજય પાવલેએ બે-બે વિકેટ લીધી હતી.જવાબમાં, મુંબઈની ટીમ તરફથી માત્ર 6.4 ઓવરમાં જ 4 વિકેટ ગુમાવીને 45 રન કરવામાં આવ્યા હતા.  મુંબઈની ટીમ તરફથી મોહમ્મદ નદીમે માત્ર બે રન કર્યા હતા. જ્યારે રજત મુંધેએ 15 બોલમાં 18 રન કર્યા હતા. જે ટીમ તરફથી સૌથી વધુ રન પણ હતા. આ સિવાય યોગેશ પેનકરે 9 રન, બિંદ્રા રામે 9 રન, અભિષેક કુમાર દલહોરે 2 રન અને અમિત નાયકે 7 રન કર્યા હતા. કોલકત્તાની ટીમમાંથી ઈમરોઝ ખાને 19 રન આપીને બે વિકેટ લીધી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular