Friday, May 16, 2025
Google search engine
HomeNewsMumbai'PM મોદી કઈંક કહે છે અને એની ઉલટી સીસ્ટમ કઈંક અલગ જ...

‘PM મોદી કઈંક કહે છે અને એની ઉલટી સીસ્ટમ કઈંક અલગ જ નિર્ણય લે છે’

મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી-એસપી)ના વડા શરદ પવારે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વતંત્રતા દિવસના ભાષણ પર કટાક્ષ કર્યો હતો. 15 ઓગસ્ટે પોતાના ભાષણમાં પીએમ મોદીએ ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’નું સમર્થન કર્યું હતું. 78માં સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ કહ્યું હતું કે વારંવાર ચૂંટણીઓ દેશની પ્રગતિમાં અવરોધરૂપ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ‘દેશે એક રાષ્ટ્ર,એક ચૂંટણી માટે આગળ આવવું પડશે.’

વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર
તે જ સમયે, પુણેમાં પત્રકારો સાથે વાત કરતા શરદ પવારે કહ્યું,’પીએમ મોદી તમામ ચૂંટણીઓ એકસાથે કરાવવાનો આગ્રહ કરી રહ્યા હતા, પરંતુ બીજા જ દિવસે તેઓ ત્રણ અલગ-અલગ રાજ્યો માટે ત્રણ અલગ-અલગ ચૂંટણીની તારીખો જાહેર કરી ગયા. વડાપ્રધાન મોદી એક વાત કહે છે, જ્યારે તંત્ર કંઈક બીજું નક્કી કરે છે.’

શું મહારાષ્ટ્રમાં ડિસેમ્બરમાં ચૂંટણી થઈ શકે છે?
ચૂંટણી પંચે ગયા અઠવાડિયે હરિયાણા અને જમ્મુ-કાશ્મીરની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી હતી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું રાજ્ય સરકારની લાડલી બેહન યોજનાને કારણે ડિસેમ્બરમાં મહારાષ્ટ્રમાં ચૂંટણી થઈ શકે છે? શું રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થવાની શક્યતા છે?

સરકારની લાડલીબહેન યોજના પર શરદ પવારે શું કહ્યું?
તેના પર પવારે કહ્યું કે આ એક એવો સવાલ છે જેના વિશે ચૂંટણી પંચને પૂછવું જોઈએ. પવારને પૂછવામાં આવ્યું કે શા માટે એકનાથ શિંદે સરકાર દ્વારા લાડલી બેહન જેવી યોજનાઓ માટે ભંડોળ પૂરું પાડવામાં આવે છે, જ્યારે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ વગેરે પ્રદાન કરતી યોજનાઓ ભંડોળના અભાવને કારણે લટકી રહી છે. આના પર પવારે કહ્યું,’વિવિધ પેન્ડિંગ સ્કીમ્સ અને સ્કોલરશિપ માટે ફંડની જોગવાઈ નથી, પરંતુ આ દરમિયાન નવી સ્કીમ્સ શરૂ કરવામાં આવી રહી છે જે નાણાકીય બોજ બનાવે છે. મને આશા છે કે મુખ્યમંત્રી અને તેમના સાથીદારો આ અંગે પોતાનું વલણ રજૂ કરશે.

નાયબ મુખ્યપ્રધાન અજિત પવારના હવે ચૂંટણી ન લડવાના નિવેદન વિશે પૂછવામાં આવતા શરદ પવારે કહ્યું કે આવો નિર્ણય લેવાનો દરેકને અધિકાર છે. પરંતુ પવારે કહ્યું કે તેઓ જાણતા નથી કે નાયબ મુખ્ય પ્રધાનનો ખરેખર અર્થ શું છે

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular