Friday, May 16, 2025
Google search engine
HomeNewsNationalભારતીય સેનામાં મોટુ પદ મેળવનાર પ્રથમ મહિલા સાધના સક્સેના નાયર કોણ છે?

ભારતીય સેનામાં મોટુ પદ મેળવનાર પ્રથમ મહિલા સાધના સક્સેના નાયર કોણ છે?

મુંબઈ: લેફ્ટનન્ટ જનરલ સાધના સક્સેના નાયર 1 ઓગસ્ટથી ડાયરેક્ટર જનરલ ઓફ મેડિકલ સર્વિસીસ (આર્મી)નો પદભાર સંભાળશે. આ પ્રતિષ્ઠિત પદ પર નિયુક્ત થનારી તે પ્રથમ મહિલા હશે. અગાઉ, તે એર માર્શલના હોદ્દા પર પ્રમોટ થયા બાદ હોસ્પિટલ સર્વિસીસ (આર્મ્ડ ફોર્સીસ)ના મહાનિર્દેશકનું પદ સંભાળનાર પ્રથમ મહિલા હતા.

જ્યારે સાધના સક્સેના નાયરે ગયા વર્ષે હોસ્પિટલ સર્વિસીસ (આર્મ્ડ ફોર્સીસ)ના મહાનિર્દેશક તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારે એરફોર્સના અધિકારીઓએ કહ્યું હતું કે,”ભારતીય વાયુસેનાના અધિકારી એર માર્શલ સાધના સક્સેના નાયર સમગ્ર કારકિર્દી દરમિયાન હોસ્પિટલમાં અસરકારક રીતે સેવા આપનાર બીજા મહિલા અધિકારી છે. એરફોર્સમાં વિવિધ હોદ્દા પર સેવા આપ્યા બાદ, તે એર માર્શલના પદ સુધી પહોંચ્યા હતાં. ચાર્જ સંભાળતી વખતે એરફોર્સ ચીફ વી.આર. ચૌધરી પણ હાજર હતા.

1985માં આર્મી મેડિકલ કોર્પ્સમાં નિયુક્ત

લેફ્ટનન્ટ જનરલ સાધના નાયરે સેન્ટ મેરી કોન્વેન્ટ પ્રયાગરાજથી તેણીના શાળાકીય શિક્ષણની શરૂઆત કરી અને લખનૌના લોરેટો કોન્વેન્ટમાંથી તેણીનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું. આ દરમિયાન તે તેઝપુર, ગોરખપુર, કાનપુર અને ચંદીગઢની શાળાઓમાં ગયા. તેણીએ આર્મ્ડ ફોર્સિસ મેડિકલ કોલેજ, પૂણેમાંથી વિશિષ્ટ શૈક્ષણિક રેકોર્ડ સાથે સ્નાતક થયા અને ડિસેમ્બર 1985માં આર્મી મેડિકલ કોર્પ્સમાં કમિશન મેળવ્યું. સાધના નાયર પાસે ફેમિલી મેડિસિન વિષયમાં અનુસ્નાતકની ડિગ્રી છે. તેમણે એઈમ્સ, નવી દિલ્હી ખાતે મેડિકલ ઈન્ફોર્મેટિક્સમાં બે વર્ષનો તાલીમ કાર્યક્રમ પણ પૂર્ણ કર્યો છે.

વિશિષ્ઠ સેવા મેડલથી પણ સન્માનિત

લેફ્ટનન્ટ જનરલ સાધનાએ સીબીઆરએન (કેમિકલ, જૈવિક, રેડિયોલોજીકલ અને ન્યુક્લિયર) યુદ્ધ અને લશ્કરી તબીબી નીતિશાસ્ત્રની વિદેશમાં તાલીમ લીધી હતી. તે વેસ્ટર્ન એર કમાન્ડ અને ટ્રેનિંગ કમાન્ડની પ્રથમ અને એકમાત્ર મહિલા ચીફ મેડિકલ ઓફિસર હતી. સાધનાને વિશિષ્ઠ સેવા મેડલ પણ એનાયત કરવામાં આવ્યો છે. તેમને એર સ્ટાફના વડા અને એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ તરફથી પણ પ્રશંસા મળી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular