Thursday, May 15, 2025
Google search engine
HomeElection 2024 Gujaratરાજકોટ બેઠકના બંન્ને ઉમેદવારોએ અમરેલીમાં કર્યું મતદાન

રાજકોટ બેઠકના બંન્ને ઉમેદવારોએ અમરેલીમાં કર્યું મતદાન

રાજકોટ: લોકસભાની ચૂંટણી-2024માં રાજકોટ બેઠકના બંને મુખ્ય ઉમેદવારો ખુદને મત ન આપી શક્યા. આવી ઘટના પ્રથમ વખત બની છે. ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા અને કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ અમરેલી બેઠક માટે મતદાન કર્યું છે.લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં આજે ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. ત્યારે મિશ્ર પ્રતિસાદ મતદારોમાં જોવા મળ્યો છે. ક્યાંક મતદારોની કતારો તો ક્યાંક પાંખી હાજરી જોવા મળી છે. દરમિયાન આખી ચૂંટણીમાં સૌથી વધુ જેમના નામની ચર્ચા થઈ તેવા કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા ખુદ તેમને મત આપી શક્યા નથી. રૂપાલા અને તેમના હરીફ કોંગ્રેસના પરેશ ધાનાણીએ અમરેલીમાં મતદાન કર્યું હતું.રૂપાલાની ટિપ્પણીને લઈને ક્ષત્રિય આંદોલનમાં છેવટ સુધી સમાધાન થયું નથી. આજે સવારે રૂપાલા એ અમરેલી પાસે આવેલા તેમના ગામ ઇશ્વરિયા ખાતે પરિવાર સાથે મતદાન કર્યું હતું તો વિધાનસભા ના પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણી એ અમરેલીમાં મતદાન કરી રાજકોટ મત વિસ્તારમાં પહોંચ્યા હતા. રાજકોટ લોકસભાના આ બંને મુખ્ય પક્ષના ઉમેદવાર ખુદ પોતાને મત આપી શક્યા નથી. રાજકોટ લોકસભા બેઠક ઉપર આવું પહેલીવાર બન્યું છે.રાજકોટમાં આજે સવારે ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ રાજકોટમાં કાલાવડ રોડ ઉપર હરિહર સોસાયટીમાં મતદાન કર્યું હતું. જ્યારે પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પરિવાર સાથે અનિલ જ્ઞાન મંદિર સ્કૂલમાં મતદાન કર્યું હતું આ સમયે તેમણે ભાજપને 400થી વધુ અને ગુજરાતમાં તમામ બેઠકો મળશે તેવો દાવો કર્યો હતો. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ વીંછિયા અને ભાનુબેન બાબરીયાએ રાજકોટની સાધુ વાસવાણી રોડ ખાતેની શાળામાં મતદાન કર્યું હતું. જૂનાગઢના કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાએ વેરાવળ પાસે સૂપાસી ગામમાં મતદાન કર્યું હતું. રાજકોટ બેઠક પર 11 વાગ્યા સુધીમાં 24.56 ટકા મતદાન થયું છે. બપોરે ગરમીના લીધે મતદાન ધીમું પડવાની સંભાવના છે.

(દેવેન્દ્ર જાની – રાજકોટ)
(તસવીર – નિશુ કાચા)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular