Saturday, August 2, 2025
Google search engine
HomeNewsGujaratઅમદાવાદમાં વહેલી સવારથી જ શાંતિપૂર્ણ મતદાન

અમદાવાદમાં વહેલી સવારથી જ શાંતિપૂર્ણ મતદાન

અમદાવાદ: ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પશ્વિમ વિસ્તારમાં વહેલી સવારથી જ મતદાતાઓનો ધસારો જોવા મળ્યો હતો.

સોશિયલ મિડીયા, હોર્ડિંગ્સ, ટેલિવિઝન તેમજ અન્ય માધ્યમો દ્વારા મતદાન કરવા માટે ઇલેક્શન કમિશન, સ્વૈચ્છિક સંસ્થાઓ, વેપારીઓ અને સમાજના અગ્રણીઓની અપીલની અસર વહેલી સવારથી જ મતદાન મથકો પર જોવા મળી હતી. એકદમ યુવાન મતદારો તેમજ વયોવૃધ્ધ કે જેઓ ટેકા વગર ચાલી પણ ના શકતા હોય એવા લોકોએ મતદાન કરવામાં ભારે ઉત્સાહ બતાવ્યો હતો. દરેક મતદાન મથક પર ચૂટણી સાથે સંકળાયેલા સરકારી અધિકારીઓ, સુરક્ષા સાથે સંકળાયેલા પોલીસ, અર્ધ લશ્કરી દળના જવાનો અને પક્ષના કાર્યકર્તાઓએ ખડેપગે હાજર રહી મતદારોને મદદ કરતાં હતા. અમદાવાદમાં મતદાન મથક બહાર ટેબલથી માંડી વોટિંગ માટેના રૂમ સુધી મતદારોની સરળતા માટે ચૂંટણી વિભાગ દ્વારા સુવિધાઓ ઉભી કરી હતી.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular