Tuesday, July 22, 2025
Google search engine
HomeNewsGujaratચૂંટણીમાં મતદાન મથકોનું હાઈટેક ટેક્નોલોજી સાથે ગાંધીનગરમાં લાઈવ વેબકાસ્ટિંગ

ચૂંટણીમાં મતદાન મથકોનું હાઈટેક ટેક્નોલોજી સાથે ગાંધીનગરમાં લાઈવ વેબકાસ્ટિંગ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મતદાન યોજાઈ રહ્યુ છે ત્યારે આ દરમિયાન 19 જિલ્લાના 13,065 મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટિંગ કરવામાં આવી રહ્યુ છે. જેના માટે મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા ગાંધીનગરમાં રાજ્યકક્ષાનો મોનિટરિંગ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને આજે પ્રથમ તબક્કાનું મતદાન સવારે 6.30 કલાકથી શરુ થઈ ગયુ છે. ત્યારે મતદાનની પ્રક્રિયા સંપન્ન થાય ત્યાં સુધી સતત લાઈવ વેબકાસ્ટિંગ દ્વારા અવલોકન કરવામાં આવશે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન મતદાન પ્રક્રિયા પર ચાંપતી નજર રાખવા રાજ્યના 50% થી વધુ મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટિંગ કરવામાં આવી રહ્યુ છે તેમજ મતદાનની પ્રક્રિયા સમયે કોઈ ગેરરીતિ ન થાય તેને લઈને લાઈવ વેબ કાસ્ટિંગ કરવામાં આવી રહ્યુ છે.

પ્રથમ તબક્કામાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાઓના અડધાથી વધારે; એટલે કે 13,065 મતદાન મથકોની આવેલા છે. ત્યારે મતદાન પ્રક્રિયા ન્યાયી અને નિષ્પક્ષ રીતે થાય તે માટે ગુજરાતનું ચૂંટણીતંત્ર સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સૂચના પ્રમાણે સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 13,065 મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગાંધીનગર દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્ર, સેક્ટર-19, ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો મોનિટરિંગ રૂમ કાર્યરત કરાયો છે. જેના દ્વારા આ તમામ 13,065 મતદાન મથકો પર ચાંપતી નજર રાખવામાં આવી‌ રહી છે. આ મોનિટરિંગ રૂમમાં 42 જેટલા કર્મચારીઓ/અધિકારીઓ મતદાન સવારે 8:00 વાગે શરૂ થાય તે પૂર્વેથી મતદાન મથકોના વેબકાસ્ટિંગ પર સતત નજર રાખી રહ્યા છે. જે તે જિલ્લાના મતદાન મથકોના લાઈવ વેબકાસ્ટિંગનું આ જિલ્લા કક્ષાના મોનિટરીંગ રૂમમાં નિરીક્ષણ થતું રહેશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular