Friday, August 1, 2025
Google search engine
HomeNewsEntertainment'લાપતા લેડીઝ' ઓસ્કાર 2025ની રેસમાંથી બહાર, ટોપ 15માં પણ સ્થાન ન મળ્યું

‘લાપતા લેડીઝ’ ઓસ્કાર 2025ની રેસમાંથી બહાર, ટોપ 15માં પણ સ્થાન ન મળ્યું

મુંબઈ: કિરણ રાવ દ્વારા નિર્દેશિત ‘લાપતા લેડીઝ’ 97મા ઓસ્કાર એવોર્ડ-2025ની રેસમાંથી બહાર થઈ ગઈ છે. ઓસ્કાર 2025 માટે ભારતની સત્તાવાર એન્ટ્રી હતી, પરંતુ ફિલ્મ ટોપ 10માં સ્થાન મેળવી શકી નથી. એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સે આગામી 97મી માટે 10 કેટેગરીમાં શોર્ટલિસ્ટ જાહેર કર્યું, જેમાં ‘લાપતા લેડીઝ’સામેલ નથી. આમિર ખાન પ્રોડક્શન્સ, કિંડલિંગ પિક્ચર્સ અને જિયો સ્ટુડિયોના બેનર હેઠળ નિર્મિત લાપતા લેડીઝ આ વર્ષે 1 માર્ચના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. જોકે ‘સંતોષ’ ટોપ 15માં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહી. આ ફિલ્મનું નિર્દેશન બ્રિટિશ-ભારતીય નિર્દેશક સંધ્યાએ કર્યું છે.

દિગ્દર્શક કિરણ રાવ અને નિર્માતા આમિર ખાન સહિત ફિલ્મની ટીમે એકેડેમી એવોર્ડ્સ માટે અભિયાન શરૂ કરી દીધું હતું. તાજેતરમાં આ ફિલ્મનું લંડનમાં પણ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. ગયા મહિને લાપતા લેડીઝ શીર્ષક સાથે ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. આનાથી આંતરરાષ્ટ્રીય પ્રેક્ષકો માટે એક ફેરફાર પ્રકાશિત થયો, કારણ કે હિન્દી શબ્દ લાપતા અંગ્રેજી શબ્દ લોસ્ટમાં અનુવાદિત થયો હતો.

આ ફિલ્મમાં નિતાંશી ગોયલ, પ્રતિભા રાંતા, સ્પર્શ શ્રીવાસ્તવ, રવિ કિશન અને છાયા કદમ છે. ગ્રામીણ ભારતમાં સેટ, લાપતા લેડીઝ બે નવી દુલ્હનની વાર્તાની આસપાસ ફરે છે જેઓ ટ્રેનમાં અદલાબદલી થાય છે. ફિલ્મ ‘સજની’નો એક ટ્રેક આજે પણ પસંદ કરવામાં આવે છે અને સોશિયલ મીડિયા પર સૌથી વધુ લોકપ્રિય છે. Spotify India પર, તે 2024ના ટોચના ટ્રેકમાંનું એક છે અને તેને 186 મિલિયનથી વધુ વખત સ્ટ્રીમ કરવામાં આવ્યું છે.

આમિર ખાનની લગાન ટોપ 5માં સ્થાન મેળવી ચુકી છે
આમીર ખાનની ક્લાસિક ‘લગાન’ એ છેલ્લી ભારતીય ફિલ્મ હતી જેણે ઓસ્કાર 2002માં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ કેટેગરીમાં (અગાઉ શ્રેષ્ઠ વિદેશી ફિલ્મ તરીકે ઓળખાતી) ટોચના 5 નોમિનેશનમાં પ્રવેશ કર્યો હતો. લગાન ઉપરાંત, 1957માં ‘મધર ઈન્ડિયા’ અને 1988માં ‘સલામ બોમ્બે’ જેવી ફિલ્મોએ ઓસ્કારમાં સ્થાન મેળવ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular