Thursday, May 22, 2025
Google search engine
HomeNewsEntertainmentકૃતિ સેનન અને ટાઈગર શ્રોફની ફિલ્મ ‘ગણપત’નું અદ્ભુત ટ્રેલર રિલીઝ થયું

કૃતિ સેનન અને ટાઈગર શ્રોફની ફિલ્મ ‘ગણપત’નું અદ્ભુત ટ્રેલર રિલીઝ થયું

એક દિવસ એક યોદ્ધાનો જન્મ થશે જે અમર રહેશે, તે અમીર અને ગરીબ વચ્ચેની દિવાલને નષ્ટ કરશે… તે યોદ્ધા મરશે નહીં પણ મારશે. ટાઈગર શ્રોફની ‘ગણપત’નું ટ્રેલર આ અદ્ભુત ડાયલોગથી શરૂ થાય છે. ટાઈગર શ્રોફ અને કૃતિ સેનનની આગામી ફિલ્મ ‘ગણપત’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. 2 મિનિટ 30 સેકન્ડનું આ ટ્રેલર ખૂબ જ આકર્ષક છે. તેમાં એક લવસ્ટોરીની સાથે-સાથે ઘણી બધી એક્શન પણ છે, જો કે એક્શન તમને કંઈ નવું નહીં લાગે. મનોરંજનનું સ્તર બમણું કરવા માટે અમિતાભ બચ્ચન પણ ફિલ્મમાં જોવા મળે છે.

ગણપતનું ટ્રેલર એક અલગ દુનિયાથી શરૂ થાય છે જે વર્ષ 2070ની દુનિયા છે, જેમાં અમીર અને ગરીબ વચ્ચેનો તફાવત બતાવવામાં આવ્યો છે. આ સમય દરમિયાન એક શ્રીમંત શેતાન ગરીબોની દુનિયામાં પ્રવેશ કરે છે જેમના માટે માત્ર પૈસા જ મહત્વ ધરાવે છે. કોઈક રીતે કૃતિ સેનન એ અમીર લોકોની ચુંગાલમાં ફસાઈ જાય છે અને પછી ગુડ્ડુના ગણપત બનવાની કહાની શરૂ થાય છે. ફિલ્મમાં ગ્રાફિક્સ અને વીએફએક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જો કે ટાઇગરની એક્શન તમને તેની જૂની ફિલ્મો વોર, બાગી અને હીરોપંતી યાદ અપાવશે. ફિલ્મમાં અમિતાભનો લુક ઘણો જ દમદાર લાગી રહ્યો છે, હવે જોવાનું એ રહે છે કે તેમનો રોલ કેવો હશે. અત્યારે ટ્રેલર જુઓ.

તમને જણાવી દઈએ કે વિકાસ બહલે આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે, જ્યારે તેના નિર્માતા વાશુ ભગનાની, વિકાસ બહલ, દીપશિખા દેશમુખ, જેકી ભગનાની છે. ‘ગણપત’ હિન્દી, તેલુગુ, તમિલ, મલયાલમ અને તેલુગુ ભાષાઓમાં 20 ઓક્ટોબર, 2023ના રોજ દશેરાના અવસર પર રિલીઝ થશે. ટાઈગર અને કૃતિની વાત કરીએ તો આ જોડી પહેલા પણ સાથે જોવા મળી છે. બંને પહેલીવાર ડેબ્યૂ ફિલ્મ ‘હીરોપંતી’માં જોવા મળ્યા હતા. જોકે, ટાઈગર પહેલીવાર અમિતાભ સાથે સ્ક્રીન શેર કરી રહ્યો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular