Sunday, May 25, 2025
Google search engine
HomeNewsNationalકેદારનાથ મંદિરમાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ

કેદારનાથ મંદિરમાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ

હાલમાં જ અનેક વિવાદાસ્પદ વીડિયોના કારણે ચર્ચામાં રહેલ કેદારનાથ મંદિરમાં મોબાઈલ ફોન સાથે પ્રવેશવા, ફોટા પાડવા અને વીડિયો બનાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મંદિરની વ્યવસ્થા માટે જવાબદાર શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ મંદિર પરિસરમાં વિવિધ સ્થળોએ આ સંદર્ભે બોર્ડ લગાવ્યા છે. આ બોર્ડમાં કહેવામાં આવ્યું છે કે મોબાઈલ ફોન સાથે મંદિર પરિસરમાં પ્રવેશ ન કરો, મંદિરની અંદર કોઈપણ પ્રકારની ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી પર સંપૂર્ણ પ્રતિબંધ છે અને તમે સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ રહો.

અન્ય કેટલાક બોર્ડમાં મંદિર અને મંદિર પરિસરમાં સાધારણ વસ્ત્રો પહેરવાનું કહેવામાં આવ્યું છે, જ્યારે અન્ય બોર્ડમાં મંદિર પરિસરમાં મંડપ કે શિબિર લગાવવી એ શિક્ષાપાત્ર ગુનો હોવાનું કહેવામાં આવ્યું છે. હિન્દી અને અંગ્રેજીમાં લખેલા આ બોર્ડમાં સ્પષ્ટ લખ્યું છે કે જો આમ કરતા પકડાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તાજેતરમાં, ગઢવાલ હિમાલયમાં સ્થિત કેદારનાથ મંદિરમાં બનેલા આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર ફરતા થયા હતા, જેના વિશે તીર્થયાત્રીઓ, સામાન્ય શ્રદ્ધાળુઓ અને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા વાંધો વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ધાર્મિક સ્થળોમાં આવા કૃત્યોને ખોટું ગણાવીને વખોડવામાં આવ્યા હતા.

એક વીડિયોમાં, જ્યાં એક વ્લોગર તેના પુરુષ મિત્રને મંદિર પરિસરમાં ઘૂંટણિયે નાટકીય રીતે પ્રપોઝ કરતો જોવા મળ્યો હતો, તો બીજા વીડિયોમાં, એક મહિલા મંદિરના ગર્ભગૃહમાં નોટો ઉડાડતી જોવા મળી હતી. આ સિવાય કેદારનાથ મંદિરમાં ઘણા લોકો રીલ બનાવતા જોવા મળ્યા હતા. શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના પ્રમુખ અજેન્દ્ર અજયે કહ્યું કે ધાર્મિક સ્થળની ગરિમા, માન્યતાઓ અને પરંપરાઓ હોય છે અને ભક્તોએ તે પ્રમાણે વર્તવું જોઈએ. તેમણે કહ્યું કે જો કે હજુ સુધી બદ્રીનાથ ધામમાં આવી કોઈ ફરિયાદ આવી નથી, પરંતુ ટૂંક સમયમાં ત્યાં પણ આવા બોર્ડ લગાવવામાં આવશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular