Friday, May 16, 2025
Google search engine
HomeNewsEntertainmentKBC 16: અમિતાભ બચ્ચને સ્ટેજ પર ગાયું રેખા અને તેમનું હિટ ગીત

KBC 16: અમિતાભ બચ્ચને સ્ટેજ પર ગાયું રેખા અને તેમનું હિટ ગીત

મુંબઈ: સિંગર્સ સોનુ નિગમ અને શ્રેયા ઘોષાલ ટૂંક સમયમાં અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરવામાં આવતા ક્વિઝ આધારિત રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ 16’માં હોટ સીટ પર જોવા મળશે. તે આગામી શુક્રવાર (20 સપ્ટેમ્બર)ના એપિસોડમાં અમિતાભ સાથે જોડાશે. સોની ટીવીએ ખાસ એપિસોડ પ્રોમો શેર કર્યે છે. એક પ્રોમોમાં અમિતાભ 1979ની ફિલ્મ મિસ્ટર નટવરલાલનું ગીત ‘પરદેશિયા’ ગાતા જોવા મળે છે. આ પ્રોમોએ દર્શકોની આતુરતા વધારી દીધી છે. પ્રોમોમાં શ્રેયા “પરદેશિયા યે સચ હૈ પિયા” લાઇન ગાવાનું શરૂ કરે છે. તેમના પછી સોનુ નિગમ ગાય છે અને પછી અમિતાભની સામે માઈક મૂકે છે. બિગ બી ગાય છે “સબ કહતે હૈ તુને મુઝસે દિલ દે દિયા.”

પ્રોમોએ દર્શકોમાં પહેલેથી જ આતુરતા ઉભી કરી દીધી છે. એક કોમેન્ટમાં લખવામાં આવ્યું છે, રાહ નથી જોઈ શકતો. અન્ય એક યુઝરે કહ્યું કે હું આ એપિસોડ માટે ખૂબ જ ઉત્સાહિત છું. એક પ્રશંસકે લખ્યું, “વાહ, આ અદ્ભુત કેબીસી એપિસોડ જોવાની મજા આવશે. બીજા પ્રોમોમાં, અમિતાભ સોનુ અને શ્રેયાનો દર્શકો સમક્ષ પરિચય કરાવે છે. તેઓ મૈં હૂં નાનું “કિસકા હૈ યે તુમકો” ગીત પણ ગાય છે.

અમિતાભ બચ્ચન માત્ર એક મહાન અભિનેતા જ નથી પરંતુ તેમણે રંગ બરસે, મેરે આંગને મેં, એકલા ચલો રે અને અતરંગી યારી જેવા ગીતોને પણ પોતાનો અવાજ આપ્યો છે. સોનુ નિગમ અને શ્રેયા ઘોષાલ સાથેનો KBC એપિસોડ 16 20 સપ્ટેમ્બરે રાત્રે 9 વાગ્યે પ્રસારિત થશે. તે SonyLIV પર લાઈવ સ્ટ્રીમ પણ થશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular