Friday, May 16, 2025
Google search engine
HomeNewsEntertainmentકરીના અને સૈફ વચ્ચે આ બાબતે વારંવાર થાય છે ઝઘડો

કરીના અને સૈફ વચ્ચે આ બાબતે વારંવાર થાય છે ઝઘડો

મુંબઈ: આ દિવસોમાં બોલિવૂડ કપલ્સ વચ્ચેના મતભેદ અને તણાવ દરેક જગ્યાએ ચર્ચામાં છે. તાજેતરમાં જ નતાશા સ્ટેનકોવિચે તેના ક્રિકેટર પતિ હાર્દિક પંડ્યા સાથે છૂટાછેડાની જાહેરાત કરી છે. લગ્નના 4 વર્ષ બાદ બંને અલગ થઈ ગયા છે. બીજી તરફ બચ્ચન પરિવારમાં પણ મતભેદની અફવાઓ ચાલી રહી છે. એવી ચર્ચા છે કે ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે બધુ બરાબર નથી. આ અહેવાલો વચ્ચે હવે કરીના કપૂર ખાને પણ પોતાની અને તેના પતિ સૈફ અલી ખાન વચ્ચેની લડાઈ અંગે ખુલીને વાત કરી છે. તેણે કહ્યું કે તેની અને સૈફ વચ્ચે અવારનવાર ઝઘડા થાય છે, આ સાથે તેણે આ ઝઘડાનું કારણ પણ જણાવ્યું.

સામાન્ય કપલ્સની જેમ કરીના-સૈફમાં પણ ઝઘડા થાય છે

કરીના કપૂર અને સૈફ અલી ખાનના લગ્નને 12 વર્ષ પૂર્ણ થવાના છે. બંનેને બે બાળકો તૈમૂર અને જેહ છે. કરીના અવારનવાર પોતાના સુખી પરિવારની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. પરંતુ, એવું નથી કે તેની અને સૈફ વચ્ચે કોઈ ઝઘડા નથી. કરીનાએ પોતે ખુલાસો કર્યો છે કે અન્ય કપલ્સની જેમ તેના અને સૈફ વચ્ચે પણ ઝઘડા થાય છે. બેબોએ એક ઈન્ટરવ્યુ દરમિયાન આ અંગે ખુલીને વાત કરી હતી.

ઘણી વખત અમે ઘરે હોવા છતાં મળતા નથી: કરીના

તાજેતરમાં ‘ધ વીક’ને આપેલા ઈન્ટરવ્યુમાં કરીના કપૂરે પોતાના પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ વિશે ખુલીને ચર્ચા કરી હતી. કરીનાએ જણાવ્યું કે કેવી રીતે સૈફ સાથે રહેવાથી તે જવાબદાર અને ડાઉન ટુ અર્થ બની ગઈ છે. તેણે કહ્યું- ‘સૈફ અને હું એકબીજાને પૂર્ણ કરીએ છીએ. જો મને ક્યારેય ચિંતા થાય તો સૈફ મારું ધ્યાન રાખે છે અને જ્યારે સૈફને કોઈ સમસ્યા હોય તો હું તેની સંભાળ રાખું છું. ઘણી વખત એવું બને છે કે એક જ ઘરમાં રહેવા છતાં અમે એકબીજાને મળી શકતા નથી. અમારા કામના કારણે અમે બંને અલગ-અલગ શિફ્ટમાં હોઈએ છીએ. કેટલીકવાર કામ સંબંધો પર ખૂબ તાણ લાવે છે. જેમ કે ક્યારેક એવું બને છે કે તે સવારે 4:30 વાગ્યે ઘરે આવે છે અને ક્યારેક હું કામ પરથી ઘરે પહોંચું છું ત્યારે તે સૂતો હોય છે.

 

બેસો અને નક્કી કરો કે આપણે ક્યારે સાથે સમય વિતાવીશું

કરીનાએ તેના અને સૈફ વચ્ચેના ઝઘડા વિશે આગળ જણાવ્યું – ‘ક્યારેક અમારા માટે મળવું પણ મુશ્કેલ બની જાય છે, તેથી અમે બેસીએ છીએ, કેલેન્ડર કાઢીએ છીએ અને એક દિવસ નક્કી કરીએ છીએ કે આ દિવસે આપણે બંને ઘરે સાથે રહીશું. પછી અમે સાથે સમય વિતાવીએ છીએ.’

સૈફ-કરીના એસી ટેમ્પરેચરને લઈને લડાઈ

પોતાની અને સૈફ વચ્ચેના ઝઘડા વિશે વાત કરતાં કરીનાએ કહ્યું, ‘માત્ર એક-બે નહીં, મારી અને સૈફ વચ્ચે ઘણી બધી બાબતો પર ઝઘડા થાય છે. પરંતુ ખૂબ જ નાની વસ્તુઓ પર. પૈસાને લઈને અમારી વચ્ચે કોઈ ઝઘડા નથી. જેમ કે હું ઇચ્છું છું કે ACનું તાપમાન 20 ડિગ્રી હોય અને તેઓ ઇચ્છે છે કે તે 16 ડિગ્રી હોય. પછી અમે સમાધાન કરીને 19 પર આવીએ છીએ. હું જાણું છું કે ઘણી વખત એસીના તાપમાનને કારણે લોકો છૂટાછેડા લઈ લે છે. એમાંય જ્યારે લોલો (કરિશ્મા કપૂર)ઘરે આવે ત્યારે તે ચતુરાઈથી તાપમાનને 25 સુધી ઘટાડી દે છે અને સૈફ કહે છે કે સારુ થયું કે મેં બેબો સાથે લગ્ન કર્યા, ઓછામાં ઓછું અમે 19 પર સમાધાન તો કરીએ લઈએ છીએ.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular