Saturday, June 28, 2025
Google search engine
HomeNewsInternationalજાપાન એરલાઇન્સ પર સાયબર હુમલો, હવાઈ સેવાઓ પ્રભાવિત

જાપાન એરલાઇન્સ પર સાયબર હુમલો, હવાઈ સેવાઓ પ્રભાવિત

જાપાન: ગુરુવારે સવારે અહીંની સ્થાનિક એરલાઇન્સ પર સાયબર એટેક કરવામાં આવ્યો હતો. જેના કારણે મોટી સંખ્યામાં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ હતી. ટિકિટનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે.ગુરુવારે સવારે લગભગ 7.30 વાગ્યે થયેલા આ સાયબર હુમલામાં એરલાઈન્સની આંતરિક અને બાહ્ય સિસ્ટમ પર અસર પડી છે. એરલાઈન્સના પ્રવક્તાએ સાયબર હુમલાની પુષ્ટિ કરી છે. પરંતુ તેમણે કહ્યું કે હાલમાં ફ્લાઇટના વિલંબ અથવા રદ કરવા અંગે કોઈ અપડેટ નથી.જાપાન ટુડેના અહેવાલ અનુસાર સાયબર હુમલાના કારણે જાપાન એરલાઈન્સની નવ ડોમેસ્ટિક ફ્લાઈટ સેવાઓ મોડી પડી હતી. એરલાઈન્સે એક નિવેદનમાં કહ્યું કે અમને સાયબર એટેકની જાણ થઈ છે. અમે સિસ્ટમને યોગ્ય કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છીએ. આ દરમિયાન ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટની ટિકિટનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે. યાત્રીઓને થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular