Friday, May 16, 2025
Google search engine
HomeNewsNationalઆજે જન્માષ્ટમીનો પાવન પર્વ, મથુરામાં ભક્તોની જામી ભીડ

આજે જન્માષ્ટમીનો પાવન પર્વ, મથુરામાં ભક્તોની જામી ભીડ

નવી દિલ્હી: આજે દેશભરમાં શ્રી કૃષ્ણનો જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આજે ભગવાન કૃષ્ણની 5251મી જન્મજયંતિ છે. જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી માટે દેશભરના મંદિરોને શણગારવામાં આવ્યા છે. ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના અવસર પર વિશેષ ભસ્મ આરતી કરવામાં આવી છે.

કૃષ્ણ જન્મસ્થાન મંદિર જે સામાન્ય રીતે 12 કલાક ખુલે છે. તે 26 ઓગસ્ટે 20 કલાક સુધી ખુલ્લું રહેશે, જેથી ભક્તો ભગવાનના અવિરત દર્શન કરી શકે. મંદિરના ગર્ભગૃહને કંસની જેલમાં ફેરવી દેવામાં આવ્યું છે. દ્વાપર યુગમાં અજાતના જન્મ દરમિયાનની સ્થિતિઓ બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. શ્રી કૃષ્ણ જન્મસ્થાન મંદિરમાં સવારે 5.30 કલાકે જન્માષ્ટમીની ઉજવણી શરૂ કરવામાં આવી છે.આ વખતે ભાદો કૃષ્ણ અષ્ટમી તિથિ 26 ઓગસ્ટના રોજ સવારે 3.39 વાગ્યાથી 27 ઓગસ્ટની મોડી રાત્રે 02.19 સુધી રહેશે. ગૃહસ્થો 26મી ઓગસ્ટે જન્માષ્ટમી ઉજવશે. આ દિવસે શ્રી કૃષ્ણની પૂજા કરવાનો શુભ સમય મધ્યરાત્રિના 12.00 થી 12.44 સુધીનો રહેશે. આ સમયગાળા દરમિયાન શ્રી કૃષ્ણનો જન્મ થશે અને તેમની જન્મજયંતિ ઉજવવામાં આવશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular