Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsજાડેજાની ટ્વીટથી ખળભળાટ મચી ગયો!

જાડેજાની ટ્વીટથી ખળભળાટ મચી ગયો!

IPL 2023ના પ્રથમ ક્વોલિફાયરમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 14 રને હરાવ્યું હતું. ચેન્નાઈની જીતમાં બોલરોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ મેચમાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ખતરનાક બોલિંગ કરતા 2 વિકેટ ઝડપી હતી. તેણે 4 ઓવરમાં 18 રન આપ્યા હતા. જાડેજાના શાનદાર પ્રદર્શનના કારણે તેને ‘મોસ્ટ વેલ્યુએબલ એસેટ ઓફ ધ મેચ’ એવોર્ડ મળ્યો હતો. તેણે આ વિશે એક રસપ્રદ ટ્વીટ કર્યું, જેના પર ચાહકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.


ગુજરાત સામેની જીત સાથે ચેન્નાઈએ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. CSKની જીત બાદ જાડેજાએ એવોર્ડ સાથે એક ફોટો શેર કર્યો હતો. તેના કેપ્શનમાં તેણે ફેન્સ વિશે એક રસપ્રદ વાત લખી છે. જાડેજાના આ ટ્વિટ બાદ સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. કેટલાક ચાહકો જાડેજાને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં જોડાવાની સલાહ આપી રહ્યા છે. જાડેજાના ટ્વીટ બાદ થોડા સમય માટે ટ્વિટર પર ‘કમ ટુ આરસીબી’ હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યો હતો.


ઉલ્લેખનીય છે કે, પ્રથમ ક્વોલિફાયરમાં ચેન્નાઈએ પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટ ગુમાવીને 20 ઓવરમાં 172 રન બનાવ્યા હતા. આ દરમિયાન ઋતુરાજ ગાયકવાડે 60 રનની ઇનિંગ રમી હતી. કોનવેએ 40 રન બનાવ્યા હતા. જાડેજાએ 16 બોલમાં 22 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતની ટીમ ઓલઆઉટ થતાં સુધી 20 ઓવરમાં 157 રન જ બનાવી શકી હતી. ગુજરાત તરફથી શુભમન ગિલે 42 રનની શાનદાર ઇનિંગ રમી હતી. રાશિદ ખાને 30 રનનું યોગદાન આપ્યું હતું. આ દરમિયાન ચેન્નાઈ તરફથી જાડેજા, પથિરાના, થીક્ષાના અને દીપક ચહરે 2-2 વિકેટ લીધી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular