Monday, July 7, 2025
Google search engine
HomeNewsInternationalવિશ્વની વસતિ જૂન-સપ્ટેમ્બરમાં ગ્લોબલ વોર્મિંગની ચપેટમાં: અભ્યાસ

વિશ્વની વસતિ જૂન-સપ્ટેમ્બરમાં ગ્લોબલ વોર્મિંગની ચપેટમાં: અભ્યાસ

નવી દિલ્હીઃ માનવ પ્રેરિત જળવાયુ પરિવર્તનને લીધે વિશ્વની મોટા ભાગની વસતિએ જૂનથી ઓગસ્ટ, 2023ની વચ્ચે ઊંચા તાપમાનનો અનુભવ કર્યો, એમ  ક્લાયમેટ ચેન્જના એક તાજા અભ્યાસમાં માલૂમ પડ્યું હતું. જોકે વર્ષ 2023માં ઉત્તરીય ગોળાર્ધ ભાગ સૌથી ગરમ રહ્યો હતો. ઉત્તરીય અમેરિકા અને દક્ષિણ યુરોપમાં ગરમી લાંબો સમય રહેવાને કારણે જંગલમાં આગ અને મૃત્યુદરમાં વધારો થયો હતો. એમાં પણ જુલાઈ સૌથી વધુ ગરમ રહ્યો હતો, જ્યારે ઓગસ્ટમાં પણ તાપમાન પ્રી-ઓદ્યૌગિત સ્તરથી 1.5 સેલ્સિયસ વધુ રહ્યું હતું, એમ US સ્થિત રિસર્ચ ગ્રુપનો ક્લાયમેટ સેન્ટ્રલનો અહેવાલ કહે છે.  

આ વધેલા તાપમાનની અસર 180 દેશો અને 22 વિસ્તારો પર પડી હતી.  વિશ્વની 98 ટકા ટકા વસતિએ -આશરે 7.95 અબજ લોકો છે, તેણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ પ્રદૂષણને કારણે ગરમીના તાપમાનનો અનુભવ કર્યો, જે અત્યાર સુધીની સૌથી વધુ ગરમી નોંધાઈ હતી.આ ત્રણ મહિનામાં આશરે 6.2 અબજ લોકોએ કમસે કમ એક દિવસ એવે અનુભવ કર્યો હતો, જે જળવાયુ પરિવર્તનને કારણે વધુ બદતર થઈ ગઈ હતી. આ સિવાય 41 દેશોમાં આશરે 2.4 અબજ ડોલોએ 60થી વધુ દિવસો સુધી સરેરાશ વધુ તાપમાનનો સામનો કરવો પડ્યો હતો. ક્લાયમેટ સેન્ટ્રલમાં વિજ્ઞાનના ઉપાધ્યક્ષ ડો. એન્ડ્ર્યુ પર્શિગે કહ્યું હતું કે પૃથ્વી પર આશરે કોઈ પણ જણ છેલ્લા ત્રણ મહિનામાં ગ્લોબલ વોર્મિંગની અસરમાંથી બચી નથી શક્યું. સામાન્ય રીતે જ્યાં ઠંડી રહે છે, ત્યાં પણ આ વખતે વધુપડતી ગરમી જોવા મળી હતી, એમ તેમણે કહ્યું હતું.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular