Monday, July 21, 2025
Google search engine
HomeNewsInternationalકોવિશીલ્ડ રસી સુરક્ષિત છેઃ વિશ્વ આરોગ્ય સંસ્થા

કોવિશીલ્ડ રસી સુરક્ષિત છેઃ વિશ્વ આરોગ્ય સંસ્થા

જિનેવાઃ એસ્ટ્રાઝેનેકા કંપનીની કોરોના વાઈરસ-વિરોધી રસીથી લોહીના ગઠ્ઠા જામે છે એવા ડરને કારણે યુરોપ ખંડના ડેન્માર્ક, નોર્વે, આઈસલેન્ડ સહિત અનેક દેશોએ આ રસી આપવાનો કાર્યક્રમ કામચલાઉ ધોરણે સ્થગિત કર્યો છે ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ એમ કહીને આ રસીને સમર્થન આપ્યું છે કે આ રસીનો ઉપયોગ અટકાવવાનું કોઈ કારણ નથી.

WHOનાં કમ્યુનિકેશન ઓફિસર માર્ગારેટ હેરિસે અહીં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ઉપયોગમાં લેવાઈ રહેલી અન્ય કોરોના-વિરોધી રસીઓની સરખામણમાં એસ્ટ્રાઝેનેકા રસી ઉત્તમ છે. રસી લેનારાઓમાંના જેમના મૃત્યુ થયા છે એમના વિશેની ડેટાની અમે સમીક્ષા કરી છે. રસી લેવાને કારણે કોઈનું મૃત્યુ થયું હોય એવું હજી સુધી સાબિત થઈ શક્યું નથી.

વિશ્વના અનેક ઈયુ (EU) દેશોના એસ્ટ્રાઝેનેકાની રસીના સસ્પેશન બાદ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના પ્રવક્તા સ્પુટનિકે કહ્યું હતું કે વિશ્વના તમામ દેશોએ કોરોના વાઇરસના રોગચાળા સામે કોઈ પણ રસીના ઉપયોગ સંબંધિત આરોગ્યની આડઅસરોને બહુ ધ્યાનથી દેખરેખ કરવી જોઈએ.

કોરોનાની રસી અપાયા પછી લોહી ગંઠાઈ જવાની ગંભીર આડઅસરો ઊભી થયાના અહેવાલો પછી  વિશ્વના અનેક દેશોએ એસ્ટ્રાઝેનકાની દવાથી રસીકરણ કાર્યક્રમને હાલપૂરતો સ્થગિત કર્યો હતો. જોકે હાલમાં રસીકરણ દ્વારા કોઈ નકારાત્મક આડઅસરોના સંકેત નથી, એમ યુરોપિયન મેડિસિન્સ એજન્સીએ જણાવ્યું હતું.

જોકે પ્રવકતાએ ગઈ કાલે મોડી રાત્રે જણાવ્યું હતું કે WHOએ કોઈ પણ રસી (એડવર્સ ઇવેન્ટ્સ ફોલોઇંગ ઇમ્યુનાઇઝેશન (AEFIs) આપ્યા પછીની આડઅસરની કાળજીપૂર્વક દેખરેખ રાખવા અને એ માટેનો ડેટાબેઝ તૈયાર કરવા અને તેમાંથી કોઈ ગંભીર કેસ હોય તો એની તમામ દેશોને જાણ કરવા માટે નિર્દેશ આપ્યા હતા.

વળી, રસીની સલામતી માટે બનેલી WHOની વૈશ્વિક સલાહકાર સમિતિ (GACVS)ના પ્રતિનિધિ અનુસાર રસીઓની સુરક્ષા અંગેના તમામ અહેવાલોની WHO સમીક્ષા કરે છે.

WHOની વૈશ્વિક સલાહકાર સમિતિકોઈ રસીની સલામતી માટે સંકેતો આપે છે અને કોવિડ-19ની રસી સંબંધિત ચિંતાઓ માટે પહેલેથી ચેતવે છે. WHOએ 11 માર્ચ, 2020એ કોવિડ19ને રોગચાળો જાહેર કર્યો હતો. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યાનુસાર વિશ્વભરમાં કોરોના વાઇરસથી 11.834 કરોડ લોકો સંક્રમિત થયા છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular