Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsInternationalભારતમાં કોરોના-દર્દીઓની સારવારમાં Ivermectin-દવાના ઉપયોગ સામે WHOની-ચેતવણી

ભારતમાં કોરોના-દર્દીઓની સારવારમાં Ivermectin-દવાના ઉપયોગ સામે WHOની-ચેતવણી

જિનેવાઃ ગોવામાં કોરોનાવાઈરસ ચેપી બીમારીનો શિકાર બનેલા 18 વર્ષથી વધુની વયનાં દર્દીઓની સારવારમાં આઈવરમેક્ટિન (Ivermectin) દવા (ગોળી)ના ઉપયોગની રાજ્યના આરોગ્ય પ્રધાન વિશ્વજીત રાણેએ ભલામણ કર્યા બાદ વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ દવાના ઉપયોગ સામે આજે ચેતવણી આપી છે.

આંતરરાષ્ટ્રીય જાહેર આરોગ્યની કાળજી રાખતી અને તે માટેના નિયમો-સિદ્ધાંતો ઘડતી WHO સંસ્થાનાં વડાં સાયન્ટીસ્ટ ડો. સૌમ્યા સ્વામીનાથને એક ટ્વીટમાં જણાવ્યું છે કે કોઈ પણ નવી બીમારી વખતે કોઈ પણ દવાનો ઉપયોગ કરતી વખતે દર્દીની સલામતી અને દવાની અસરકારકતાનું મહત્ત્વ જોવું પડે છે. કોરોનાવાઈરસના દર્દીઓની સારવારમાં Ivermectin દવાનો ઉપયોગ તબીબી અજમાયશો અંતર્ગત જ કરવી જોઈએ, એ સિવાય આ દવાના ઉપયોગની WHO ભલામણ કરતી નથી. ડો. સ્વામીનાથને પોતાનાં ટ્વીટમાં દવા ઉત્પાદક Merck કંપનીએ પણ આઈવરમેક્ટિન દવાના ઉપયોગ સામે ચેતવણી આપતા બહાર પાડેલા એક નિવેદનને ટાંક્યું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular