Saturday, May 17, 2025
Google search engine
HomeNewsInternationalWHOએ ભારતમાં કહેર મચાવનાર કોરોનાને નામ આપ્યું ‘ડેલ્ટા’

WHOએ ભારતમાં કહેર મચાવનાર કોરોનાને નામ આપ્યું ‘ડેલ્ટા’

જીનિવાઃ વિશ્વના મોટા ભાગના દેશો કોરોનાના કહેરનો સામનો કરી રહ્યા છે. ભારતમાં એપ્રિલ-મે મહિનામાં કોરોનાની બીજી લહેરે જે તબાહી મચાવી હતી, એમાં ઘટાડો થઈ રહ્યો છે. જોકે હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WhO)એ કોરોના વાઇરના B. 1,617.2 વેરિયેન્ટ કે જે ભારતમાં ઓળખ થઈ હતી, એને નવું નામ ‘ડેલ્ટા’ વેરિયેન્ટ નામ આપ્યું. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કોરોના વાઇરસ રૂપ બદલવામાં માહેર છે અને એ ઝડપથી પોતાનું રૂપ બદલે છે. કોરોનાના રૂપ બદલવાને કારણે એને કેટલાંય પ્રકારનાં નામ મળ્યા છે. દાખલા તરીકે યુકે વેરિયેન્ટ, ઇન્ડિયન વેરિયેન્ટ, આફ્રિકી વેરિયેન્ટ વગેરે.

WHOએ જણાવ્યું હતું કે નિષ્ણાતોના ગ્રુપે ઉચ્ચાર કરવામાં સરળ રહે એટલે કોરોનાનાં વિવિધ સ્વરૂપોને વિવિધ નામોની ભલામણ કરી છે. આ ગ્રુપે ભલામણ કરી છે કે વિનવૈજ્ઞાનિક લોકોને કોરોનાવું નામ ઉચ્ચારવામાં સરળતા રહે એટલે કોરોનાના ગ્રીક આલ્ફાબેટ- આલ્ફા, બીટા, ગામા જેવાં નામોની ભલામણ કરી છે.યુનાઇટેડ કિંગડમમાં સૌપ્રથમ વાર ઓળખી કાડવામાં આવેલા B.1617.2 વેરિયેન્ટ, B1.1.7. સ્ટ્રેનને આલ્ફા વેરિયેન્ટ નામ આપવામાં આવ્યું છે, જ્યારે દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલમાં કોરોના વેરિયેન્ટને બીટા અને ગામા નામ આપવામાં આવ્યાં છે.

ભારતમાં કોરોનાની બીજી લહેરમાં મળેલા B.1617.2 વેરિયેન્ટે દેશના હેલ્થકેર ઇન્ફ્રાને ખાસ્સું નુકસાન પહોંચાડ્યો હતું કેમ કે દૈનિક ધોરણે હજારો મોત થઈ રહ્યાં હતાં. વળી, WHOએ આ મહિનાની અગાઉ માહિતી આપી હતી કે ગયા વર્ષે ઓળખી કાઢવામાં આવેલા કોરોનાના B.1.617 વેરિયન્ટ  40 કરતાં વધુ દેશોમાં મળી આવ્યા હતા.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular