Sunday, July 20, 2025
Google search engine
HomeNewsInternationalઅમે અફઘાનિસ્તાનમાં ISIS-K સામે હુમલા માટે તૈયારઃ બ્રિટન

અમે અફઘાનિસ્તાનમાં ISIS-K સામે હુમલા માટે તૈયારઃ બ્રિટન

લંડનઃ અફઘાનિસ્તાનમાં તાલિબાને કબજો જમાવતાં બ્રિટને કડક વલણ અખત્યાર કર્યું છે. બ્રિટને કહ્યું છે કે એ અફઘાનિસ્તાનમાં ISIS-K આતંકવાદી નેટવર્ક પર હુમલો કરવા માટે તૈયાર છે. પેન્ટાગોને ખુલાસો કર્યો હતો કે અફઘાનિસ્તાનમાં હાલ બ્રિટનના આશરે 2000 ISIS-Kના લડાકુ મોજૂદ છે. ISIS- ખુરાસાને ગુરુવારે કાબુલ એરપોર્ટ પર આતંકવાદી હુમલાની જવાબદારી લીધી હતી. આ આત્મઘાતી હુમલામાં 169 અફઘાની નાગરિકો અને 13 અમેરિકી સેનિકોનાં મોત થયાં હતાં.

બ્રિટનના વાયુ સેનાના પ્રમુખ એર ચીફ માર્શલ માઇક વિગ્સટને કાબુલ એરપોર્ટ પર હુમલા પર શોક વ્યક્ત કરતાં કહ્યું હતું કે આ સંકટ સમયે બ્રિટન ગઠબંધનના સહયોગીઓની સાથે ઊભું છે. અમે આ આતંકવાદી સંગઠનના ખાતમાના દરેક સંભવિત પ્રયાસ કરશે.

તેમણે સ્પષ્ટ કર્યું હતું કે બ્રિટન ISIS-K સામે કાર્યવાહીમાં સામેલ થઈ શકે છે. વળી, બ્રિટન સરકારના અધિકારોએ એર સ્ટ્રાઇક માટે લોજિસ્ટિક્સની તપાસ કરી છે. તેમણે જણાવ્યું હતું કે અમે સ્ટ્રાઇક દ્વારા સેના મોકલીને અથવા કોઈ પણ દેશના ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરીને હુમલો કરી શકે છે. તેમણે કહ્યું હતું કે ISIS—Kને ખતમ કરવા માટે વૈશ્વિક ગઠબંધન અંતર્ગત અમે ભૂમિકા ભજવવા તૈયાર છીએ. વિદેશપ્રધાન ડોમિનિક રાબે કહ્યું હતું કે બ્રિટન પાસે આત્મરક્ષાનો અધિકાર અને એમાં વિદેશથી સંચાલિત આતંકવાદી જૂથોથી લડવું પણ સામેલ છે.  

બીજી બાજુ અમેરિકી સેનાએ તાલિબાનની ડેડલાઇનથી પહેલાં અફઘાનિસ્તાન છોડ્યું હતું. અમેરિકાએ 30 ઓગસ્ટે કાબુલના હમિદ કરજાઈ એરપોર્ટથી ઉડાન ભરી હતી. અમેરિકાના જતા જ તાલિબાને કાબુલ એરપોર્ટ પર કબજો જમાવ્યો હતો.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular