Thursday, July 17, 2025
Google search engine
HomeNewsInternationalભારત આવવા મામલે અમેરિકાની એપલને ચેતવણી

ભારત આવવા મામલે અમેરિકાની એપલને ચેતવણી

નવી દિલ્હીઃ ચીનની દગાખોરી અને ચાલાકીથી કંટાળીને હવે તમામ કંપનીઓ તેને છોડીને ભારત આવવાની તૈયારી કરી છે. આનાથી ચીનને આર્થિક રીતે બહુ મોટો ફટકો પડવાનો છે. સૌથી મોટી વિદેશી કંપનીએ એપલે હવે ચીન છોડીને ભારત આવવાની તૈયારીમાં છે જે અમેરિકાને પસંદ આવી રહ્યું નથી. એટલા માટે અમરિકાએ એપલને ધમકાવી છે કે, જો તમે ભારત આવશો તો મોટી કિંમત ચૂકવવી પડશે. અમેરિકા ઈચ્છે છે કે, એપલ તેની સાથે કામ પણ ન કરે અને ભારત તરફ પણ ન વળે. આ વાતને લઈને એપલ અને અમેરિકા વચ્ચે ખટરાગ થયો છે. એપલને મોટું નુકસાન વેઠવા માટે તૈયાર રહેવાની ધમકી અમેરિકા આપી રહ્યું છે. જો કે, આગળ શું થશે તે વાતનો ખુલાસો હજી થયો નથી પરંતુ જલ્દી જ ખ્યાલ આવી જશે કે અમેરિકા અને એપલ વચ્ચે સમાધાન થાય છે કે નહી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular