Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsInternationalશું વિદેશી લોકો માટે અમેરિકાના દરવાજા બંઘ કરી દેશે ટ્રમ્પ?

શું વિદેશી લોકો માટે અમેરિકાના દરવાજા બંઘ કરી દેશે ટ્રમ્પ?

વોશિગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, તે વિદેશી લોકો માટે અમેરિકાના દરવાજા બંધ કરી દેશે. તેમણે સોમવારે કહ્યું કે, કોરોનાને ધ્યાનમાં રાખતા અમેરિકન નાગરિકોની નોકરીઓની સુરક્ષા માટે તે વિદેશી લોકોને અમેરિકામાં એન્ટ્રી પર અનિશ્ચિત સમય માટે પ્રતિબંધ લગાવશે.

ટ્રમ્પે આ અંગેનું એલાન ટ્વિટર પર કર્યું. હકીકતમાં વિદેશી લોકોની અમેરિકામાં એન્ટ્રી પર અંકુશ મૂકવો ટ્રમ્પની પોલિસી રહી છે. હવે તે કોરોનાને પગલે અમેરિકામાં ઉભી થયેલી સ્થિતિને જોતાં આ દિશામાં મોટો નિર્ણય લેવા જઈ રહ્યા છે. જેના માટે તે એક્ઝિક્યૂટિવ ઓર્ડર જાહેર કરશે.

ટ્રમ્પના આ નિર્ણયની કેટલાક ડેમોક્રેટ નેતાઓએ કડક શબ્દોમાં ટીક કરી છે. તેમનું કહેવું છે કે, અમેરિકન રાષ્ટ્રપતિ કોરોના સામેની લડાઈમાં તેમની નિષ્ફળતા છૂપાવવા માટે લોકોનું ધ્યાન હટાવવા માંગે છે. આ જ કારણે તેમણે આવો નિર્ણય લીધો છે.

તો બીજી તરફ ટ્રમ્પે કહ્યું કે, તે અમેરિકન લોકોની નોકરીઓની સુરક્ષા માટે આ પગલું ભરી રહ્યા છે. કોરોનાને કારણે કંપનીઓએ મોટા પ્રમાણમાં છટણી કરી છે, જેને પગલે કોરોડો અમેરિકનો બેરોજગાર થઈ ગયા છે.

ટ્રમ્પે ટ્વીટમાં લખ્યું કે, અદ્રશ્ય દુશ્મનના હુમલાને જોતા અને અમેરિકન નાગરિકોની નોકરીઓ બચાવવા માટે હું એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીશ. જેથી વિદેશીઓ પર અસ્થાઈ પ્રતિબંધ લાગી જશે. વ્હાઈટ હાઉસે ટ્રમ્પના આ નિર્ણય અંગે વધુ માહિતી આપવાનો ઈનકાર કરી દીધો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular