Wednesday, July 16, 2025
Google search engine
HomeNewsInternationalકોરોનાને રોકવામાં ચીનને મદદરૂપ થવાની અમેરિકાની ઓફર

કોરોનાને રોકવામાં ચીનને મદદરૂપ થવાની અમેરિકાની ઓફર

વોશિંગ્ટનઃ ચીનમાં કોરોનાવાઈરસ મહામારીની નવી લહેર ફેલાઈ છે અને એને કારણે આખી દુનિયામાં ગભરાટ ફેલાઈ ગયો છે ત્યારે અમેરિકાએ કહ્યું છે કે તે રોગચાળાને રોકવામાં ચીનને મદદરૂપ થવા તૈયાર છે. અમેરિકાએ કોરોના પ્રતિરોધક રસી પૂરી પાડવાની ઓફર કરી છે. પરંતુ, ચીનના સત્તાવાળાઓએ હજી સુધી મદદ માટે જણાવ્યું નથી, એમ અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિન્કેને કહ્યું છે.

પત્રકારો સાથેની વાતચીતમાં બ્લિન્કેને કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે ચીનમાં કોરોના રોગચાળાનો ફેલાવો અટકી જાય. કોરોનાના નવા વેરિઅન્ટ્સના ફેલાવા અંગે અમેરિકા ચિંતિત છે. ચીનમાં જે રોગચાળો ફેલાયો છે તેની અસર વૈશ્વિક અર્થવ્યવસ્થા પર થશે, કારણ કે અનેક સ્તરે ચીન સાથે અંતર કરવું પડી રહ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular