Wednesday, July 16, 2025
Google search engine
HomeNewsInternationalઅમેરિકા ચૂંટણી-2020: ગોલમાલના દાવાને મતદાન-સેવા કંપનીનો રદિયો

અમેરિકા ચૂંટણી-2020: ગોલમાલના દાવાને મતદાન-સેવા કંપનીનો રદિયો

વોશિંગ્ટનઃ અમેરિકામાં હાલમાં જ યોજાઈ ગયેલી પ્રમુખપદની ચૂંટણીના મતદાનમાં છેતરપીંડી કરાઈ હોવાના દાવાઓ અને આક્ષેપોને ઈલેક્ટ્રોનિક મશીનો દ્વારા મતદાનની સેવા પૂરી પાડનાર કંપનીએ રદિયો આપ્યો છે. અમેરિકામાં ચૂંટણીઓ વખતે મોટે ભાગે જેના બનાવેલા વોટિંગ મશીનોનો ઉપયોગ કરાય છે તે કંપની ડોમિનિયન દ્વારા જણાવાયું છે કે ગઈ 3 નવેમ્બરની પ્રમુખપદની ચૂંટણી દરમિયાન અમારી મતદાન પદ્ધતિમાં સોફ્ટવેરને લગતી સમસ્યા ઊભી થઈ હોવાના કે એક ઉમેદવારના મતો બીજા ઉમેદવારના નામે આપી દેવાયા હોવાના આક્ષેપો ખોટા છે.

ડોમિનિયન કંપનીનું મુખ્યાલય કોલોરાડો જિલ્લાના ડેન્વરમાં છે. ષડયંત્રની થિયરી પર અભ્યાસ કરતા ગ્રુપ ક્યૂએનન દ્વારા એવો આક્ષેપ કરાયો છે કે ડોમિનિયનના વોટિંગ મશીનો સાથે ચેડાં કરવામાં આવ્યા છે. જેને કારણે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને અપાયેલા લાખો મતને ડિલીટ કરી દેવાયા છે અથવા એમના ડેમોક્રેટિક પાર્ટીના હરીફ જૉ બાઈડનના નામે કરી દેવામાં આવ્યા છે.

પ્રમુખપદની ચૂંટણી યોજાઈ તેની પહેલાં જ ટ્રમ્પે ડોમિનિયન વોટિંગ મશીનો-સિસ્ટમને ટાર્ગેટ બનાવ્યા હતા. ચૂંટણીમાં બાઈડને જીતનો દાવો કર્યો છે. પ્રમુખ ટ્રમ્પે હજી સુધી હારનો સ્વીકાર કર્યો નથી તેથી ડોમિનિયન કંપની પરથી મુસીબતના વાદળ હજી સંપૂર્ણપણે દૂર થયા નથી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular