Monday, May 19, 2025
Google search engine
HomeNewsInternationalઅમેરિકા હચમચી ઊઠ્યું; શાળામાં ભીષણ ગોળીબારમાં ત્રણ વિદ્યાર્થી સહિત 6નાં મરણ

અમેરિકા હચમચી ઊઠ્યું; શાળામાં ભીષણ ગોળીબારમાં ત્રણ વિદ્યાર્થી સહિત 6નાં મરણ

નેશવિલઃ અમેરિકાના ટેનેસી રાજ્યમાં આવેલા નેશવિલ શહેરમાં બર્ટન હિલ્સ વિસ્તારની એક ખાનગી ક્રિશ્ચન પ્રાથમિક શાળા – કોવીનન્ટ સ્કૂલમાં રવિવારે સવારે ભયાનક ગોળીબારની ઘટના બની છે. એને કારણે આખા દેશમાં ખળભળાટ મચી ગયો છે. એક મહિલા હુમલાખોરે અંધાધૂંધ ગોળીબાર કરતાં ત્રણ વિદ્યાર્થી અને ત્રણ સ્ટાફ સભ્યો, એમ 6 જણ માર્યા ગયા છે.

હુમલાની જાણકારી મળતાં પોલીસો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસોને પ્રવેશતા જોઈને મહિલા હુમલાખોરે એમની પર ગોળીબાર કર્યો હતો. પોલીસે એનો વળતો જવાબ આપીને મહિલાને ઠાર મારી હતી.

હુમલાખોર મહિલાનું નામ ઓડ્રી એલિઝાબેથ હેલ હતું. એ 28 વર્ષની હતી. એ તેની હોન્ડા ફિટ કારમાં શાળામાં પહોંચી હતી. એણે ત્યાંના કેમ્પસમાં કાર પાર્ક કરી હતી. ત્યારબાદ એ ત્રણ બંદૂક અને મોટા જથ્થામાં કારતૂસો લઈને શાળાના મકાનની અંદર ગઈ હતી અને બેફામ રીતે ગોળીબાર કર્યો હતો.

મૃતકોનાં નામ છેઃ એવલીન ડાઈકોસ, હેલી શ્રગ્સ, વિલિયમ કેની (આ ત્રણેય વિદ્યાર્થી હતાં અને 9 વર્ષનાં હતાં), સિન્થિયા પીક (61), કેથરીન કૂન્સ (60) અને માઈક હિલ (61) – આ ત્રણ જણ સ્કૂલનાં સ્ટાફ સભ્યો હતાં.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular