Tuesday, July 15, 2025
Google search engine
HomeNewsInternationalબ્રિટનમાં કાલથી શરુ થશે માણસો પર કોરોના વેક્સિનનું પરિક્ષણ

બ્રિટનમાં કાલથી શરુ થશે માણસો પર કોરોના વેક્સિનનું પરિક્ષણ

લંડનઃ સંભવિત કોરોના વાયરસ વેક્સિનનું માનવ પરિક્ષણ ગુરુવારથી બ્રિટનમાં શરુ થશે. સ્વાસ્થ્ય મંત્રી મૈટ હૈનકોકે આ જાણકારી આપી છે. જો કે, તેમણે કહ્યું કે, અત્યારે આ પ્રક્રિયા વિશે કંઈક નિશ્ચિત રીતે ન કહી શકાય. બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી મૈટ હૈનકોકે જાહેરાત કરી કે આ ગુરુવારથી લોકોમાં ઓક્સફોર્ડ દ્વારા બનાવવામાં આવેલી વેક્સિનનું પરિક્ષણ કરવામાં આવશે. વેક્સિનને ઓક્સફોર્ડ વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાનિકો દ્વારા વિકસિત કરવામાં આવી રહી છે કે જે માને છે કે આનાથી 80 ટકા સફળતા હાથ લાગશે.

મૈટ હૈનકોકે વેક્સિન ડેવલપમેન્ટ પરિયોજનાઓમાં શામિલ પ્રત્યેક માટે £ 20 મિલિયનના સાર્વજનિક ધનનો વાયદો કર્યો છે. ઓક્સફોર્ડમાં જેનર ઈન્સ્ટીટ્યૂટની ટીમ ટ્રાયલ પૂરો થયા પહેલા જ વેક્સિનના ઉત્પાદનની યોજના બનાવી રહી છે કે જેથી સપ્ટેમ્બર સુધીમાં ઓછામાં ઓછી એક લાખ વેક્સિન તૈયાર થઈ જાય. પ્રાપ્ત વિગતો અનુસાર ઈમ્પીરીયલ કોલેજ લંડન પણ કોવિડ-19 માટે એક વેક્સિન વિકસિત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. કોવિડ-19 સામે લડવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ અને વેક્સિન માત્ર આ બે જ પદ્ધતી છે, જેના કારણે દુનિયાભરમાં લોકડાઉનને આગળ વધારવામાં આવી રહ્યું છે.

મૈને કહ્યું કે, કોરોના વાયરસને હરાવવાની સૌથી સારી પદ્ધતી વેક્સિન છે, કારણ કે આ એક નવી બિમારી છે, આ અનિશ્ચિત વિજ્ઞાન છે, પરંતુ  મને વિશ્વાસ છે કે અમે વેક્સિન વિકસિત કરવા માટે પોતાનું બધુ જ દાવ પર લગાવી દઈશું. બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, તેઓ નિર્માણ ક્ષમતામાં પણ રોકાણ કરી રહ્યા છે એટલા માટે જો આમાંથી એકપણ વેક્સિન કામ કરે છે તો અમે આને જલ્દીથી બ્રિટીશ લોકો માટે ઉપ્લબ્ધ કરાવી શકીએ છીએ.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular