Saturday, May 17, 2025
Google search engine
HomeNewsInternationalG7 શિખર-સંમેલન માટે બ્રિટન તરફથી મોદીને આમંત્રણ

G7 શિખર-સંમેલન માટે બ્રિટન તરફથી મોદીને આમંત્રણ

નવી દિલ્હીઃ બ્રિટને આ વર્ષના જૂન મહિનામાં પોતે જેનું યજમાન બનવાનું છે તે G7 શિખર સંમેલનમાં હાજરી આપવાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું છે. આ સંમેલન 11-4 જૂન દરમિયાન કોર્નવોલ ખાતે યોજાવાનું છે.

બ્રિટિશ હાઈ કમિશન તરફથી બહાર પાડવામાં આવેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે બ્રિટને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને G7 શિખર સંમેલનમાં અતિથિ તરીકે હાજરી આપવાનું આમંત્રણ આપ્યું છે. યાદીમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે G7 શિખર સંમેલન યોજાય તે પહેલાં બ્રિટનના વડા પ્રધાન બોરીસ જોન્સન ભારતની મુલાકાતે આવે એવી ધારણા છે. કોરોના વાઈરસ-વિરોધી રસીના ઉત્પાદનને લગતા પ્રયાસો બદલ બ્રિટને ભારતને ‘ફાર્મસી ઓફ ધ વર્લ્ડ’ તરીકે ઓળખાવી બિરદાવ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular