Thursday, May 15, 2025
Google search engine
HomeNewsInternationalશપથગ્રહણ પહેલાં હમાસ બંધકોને નહીં છોડે તો થશે વિનાશઃ ટ્રમ્પ

શપથગ્રહણ પહેલાં હમાસ બંધકોને નહીં છોડે તો થશે વિનાશઃ ટ્રમ્પ

વોશિંગ્ટન: અમેરિકામાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શપથગ્રહણથી પહેલાં પેલેસ્ટાઇન ગ્રુપ હમાસને સીધી ધમકી આપતાં કહ્યું હતું કે જો મારા શપથગ્રહણથી પહેલાં ઇઝરાયેલી બંધકોને છોડી નહીં મૂકવામાં આવ્યા હોય તો મધ્ય-પૂર્વમાં વિનાશ થશે. ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરી, 2025એ રાષ્ટ્રપતિ પદભાર સંભાળશે.

ટ્રમ્પે કહ્યું હતું કે જો બંધકોને 20 જાન્યુઆરી પહેલાં છોડવામાં નહીં આવે તો મધ્ય-પૂર્વએ ભારે કિંમત ચૂકવવી પડશે. યુક્રેન-રશિયા યુદ્ધ અને ઇઝાયેલ-પેલેસ્ટાઇન વિવાદ અંગે તેઓ આકરાં પગલાં ભરે તેવી આશંકા છે. તેમણે કહ્યું કે જો ગાઝા પટ્ટીમાં બંધક બનાવવામાં આવેલા લોકોને તેમના પદગ્રહણ પહેલા (20 જાન્યુઆરી પહેલા) છોડવામાં નહીં આવે તો મધ્ય-પૂર્વમાં ભારે ખુવારી સર્જાશે.

માનવતા વિરુદ્ધ આ અત્યાચાર કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જે લોકોએ આ કૃત્ય કર્યું છે તેમને અમેરિકાના ઈતિહાસની સૌથી મોટી સજા આપવામાં આવશે. જો યોગ્ય સમયે કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમેરિકા એવી સજા આપશે જે આજ સુધી કોઈને ન મળી હોય.

હમાસે બંધકોની મુક્તિના બદલામાં ઇઝરાયલને હુમલા રોકવાની માગ કરી છે. જ્યારે ઇઝરાયેલના PM બેન્જામિન નેતાન્યાહુએ કહ્યું છે કે જ્યાં સુધી હમાસનો સંપૂર્ણ નાશ નહીં થાય ત્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે. બંધકોની મુક્તિ માટે ઈઝરાયેલમાં પણ લોકો નેતાન્યાહુ સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન યોજી રહ્યા છે.હમાસના કાર્યકારી ચીફ ખલીલ અલ-હૈયાએ જણાવ્યું હતું કે જ્યાં સુધી પેલેસ્ટાઈનના પ્રદેશોમાં યુદ્ધ સમાપ્ત ન થાય ત્યાં સુધી ઈઝરાયેલ સાથે બંધકોને છોડવાનો કરાર કરવામાં આવશે નહીં. એક ઈન્ટરવ્યુમાં હૈયાએ કહ્યું હતું કે યુદ્ધ સમાપ્ત થયા વિના કેદીઓની આપ-લે થઈ શકે નહીં.

ગયા વર્ષે ઈઝરાયેલ પર હુમલા દરમિયાન હમાસે ઈઝરાયેલ-અમેરિકન નાગરિકો સહિત 250થી વધુ લોકોને બંધક બનાવી લીધા હતા. જેમાંથી ઘણા લોકોને હમાસે સલામત રીતે છોડી દીધા છે. એક અહેવાલ મુજબ ગાઝામાં હજુ પણ 101 બંધકો છે, જેમાંથી લગભગ અડધા હજુ પણ જીવિત છે. બીજી તરફ ઇઝરાયલની જેલોમાં હજારો પેલેસ્ટિનિયન નાગરિકો સબડી રહ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular