Thursday, May 15, 2025
Google search engine
HomeNewsInternationalસુનીતા વિલિયમ્સને અંતરિક્ષમાંથી પરત લાવવા ઈલોન મસ્કને ટ્રમ્પની અપીલ

સુનીતા વિલિયમ્સને અંતરિક્ષમાંથી પરત લાવવા ઈલોન મસ્કને ટ્રમ્પની અપીલ

ભારતીય મૂળના અમેરિકન અંતરિક્ષ યાત્રી સુનીતા વિલિયમ્સ અનેક મહિનાથી અંતરિક્ષમાં છે. ત્યારે હવે તેની મદદ માટે રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સુનીતા વિલિયમ્સને પરત લાવવા માટે ઈલોન મસ્ક પાસે મદદ માંગી છે. ઈલોન મસ્કે એક્સ પર ડોનાલ્ડ ટ્રમ્પની એક પોસ્ટને શેર કરી હતી. જેમાં ટ્રમ્પે કહ્યું કે, મેં ઈલોન મસ્ક અને સ્પેસએક્સને આપણાં બે બહાદુર અંતરિક્ષયાત્રીને મળવા માટે કહ્યું છે, જેઓને બાઈડેન સરકાર દ્વારા અંતરિક્ષમાં છોડી દેવામાં આવ્યા છે. તેઓ ઘણાં મહિનાથી સ્પેસ સ્ટેશન પર રાહ જોઈ રહ્યાં છે. ઈલોન ટૂંક સમયમાં આ દિશામાં કામ કરશે. આશા છે કે બધાં સુરક્ષિત રહેશે. ઈલોનને મારી શુભકામનાઓ’. નોંધનીય છે કે, આ બંને અંતરિક્ષયાત્રી 2024થી સ્પેસ સ્ટેશન પર છે.

સ્પેસએક્સના સીઈઓએ દાવો કર્યો કે, આ ભયાનક હતું કે, પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ જો બાઈડેનના તંત્ર દ્વારા તેઓને આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (આઈએસએસ)માં આટલા લાંબા સમય સુધી ફસાયેલા છોડી દેવામાં આવ્યા હતાં. જોકે, નાસાએ પોતાના ક્રૂ-9 મિશનના ભાગ રૂપે બંને અંતરિક્ષ યાત્રીને પરત લાવવા માટે ઘણાં મહિના પહેલાં જ સ્પેસએક્સને સામેલ કરી દીધું હતું. મસ્કે એક્સ પર પોસ્ટ કરીને કહ્યું, ‘ડોનાલ્ડ ટ્રમ્પે સ્પેસએક્સ પાસેથી સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા બે અંતરિક્ષ યાત્રીઓને જલ્દીથી જલ્દી ઘરે લાવવા માટે કહ્યું છે, અમે જલ્દી જ આ કરીશું.’ ઉલ્લેખનીય છે કે, નાસાએ સતત કહ્યું છે કે, આ અંતરિક્ષ યાત્રીઓ ફસાયા નથી તેઓ સ્વસ્થ છે અને સારા લોકો સાથે જોડાયેલા છે.

ઓગસ્ટ 2024 માં અંતરિક્ષ એજન્સીએ જાહેરાત કરી હતી કે, તેઓએ સ્પેસએક્સને સ્પેસએક્સ ક્રૂ-9 કેપ્સૂલ પર વિલિયમ્સ અને વિલ્મોરને ઘરે લાવવા કહ્યું હતું. બંને અંતરિક્ષ યાત્રીઓને ક્રૂ-9માં રાખવામાં આવ્યા હતા, નાસાએ ક્રૂના ચાર મેમ્બરમાંથી બેને હટાવી દીધાં છે, જે સપ્ટેમ્બરમાં સ્પેસએક્સ ડ્રેગન પર લોન્ચ કરવા માટે નક્કી કરવામાં આવ્યા હતાં. હવે આના બદલે, વિલિયમ્સ અને વિલ્મોરની જગ્યા બનાવવા માટે આ ઉડાનમાં ફક્ત એક અંતરિક્ષ યાત્રીને ઉતારવામાં આવશે, જે ફેબ્રુઆરી 2025માં મિશનના અંતે ઘરે પરત આવવા તૈયાર હતાં.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular