Tuesday, July 15, 2025
Google search engine
HomeNewsInternationalચીનમાં રનવે પર વિમાન સળગ્યું; તમામ-મુસાફરો સુરક્ષિત

ચીનમાં રનવે પર વિમાન સળગ્યું; તમામ-મુસાફરો સુરક્ષિત

બીજિંગઃ તિબેટ એરલાઈન્સનું એક પેસેન્જર વિમાન પશ્ચિમ ચીનના એક એરપોર્ટના રનવે પર ટેક-ઓફ્ફ કરતી વખતે સરકી ગયું હતું અને ત્યારબાદ એમાં આગ લાગી હતી. સદ્દભાગ્યે તમામ મુસાફરોને ઉગારી લેવામાં આવ્યા છે. આ અકસ્માત ચોંગકિંગ જિયાંગવેઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના રનવે પર બન્યો હતો. તેનું વિડિયો ફૂટેજ ઈન્ટરનેટ પર વાઈરલ થયું છે.

વિમાન રનવેને પાર કરી ગયું હતું અને ત્યારબાદ એમાંથી આગની જ્વાળા અને કાળા ધૂમાડા નીકળતા વિડિયોમાં જોઈ શકાય છે. એ જ વખતે મુસાફરોને વિમાનના પાછલા દરવાજેથી બહાર નીકળતા જોઈ શકાય છે. વિમાન પર પાણીનો મારો ચલાવીને આગને બુઝાવી દેવામાં આવી હતી અને રનવેને બંધ કરી દેવામાં આવ્યો હતો. વિમાનમાં 113 મુસાફરો અને 9 ક્રૂ સભ્યો હતા. કેટલાકને મામુલી ઈજા થઈ છે અને એમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિમાન ચોંગકિંગ જિયાંગવેઈથી ચીનના તાબાના પરંતુ સ્વાયત્ત પ્રાંત તિબેટના નિંગ્ચી માટે રવાના થઈ રહ્યું હતું ત્યારે એમાં આગ લાગી હતી. બનાવની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular