Friday, May 23, 2025
Google search engine
HomeNewsInternationalડેટ્રોઇટમાં બંદૂકધારીએ કરેલા ગોળીબારમાં ત્રણનાં મોત

ડેટ્રોઇટમાં બંદૂકધારીએ કરેલા ગોળીબારમાં ત્રણનાં મોત

ડેટ્રોઇટઃ અમેરિકાના ડેટ્રોઇટમાં પોલીસ દ્વારા હિંસક ગોળીબારના સંદિગ્ધ આરોપી બંદૂકધારીની ધરપકડ કરવામાં આવી છે. રવિવારે બપોરે એક બંદૂકધારી વ્યક્તિએ માત્ર બેથી અઢી કલાકમાં ચાર લોકો પર ગોળીઓ વરસાવી હતી, જેમાં ત્રણ જણનાં મોત થયાં છે. FBI હોમલેન્ડ સિક્યોરિટી એન્ડ બ્યુરો ઓફ આલ્કોહોલ, ટોબેકા, ફાયરઆર્મ્સ અને વિસ્ફોટક બ્યુરોના વિભાગે કલાકો સુધીની જહેમત કર્યા પછી એક અજાણ્યા સંદિગ્ધ વ્યક્તિની ધરપકડ કરી લીધી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.

પોલીસને મળેલા પુરાવાએ અધિકારીઓને સંદિગ્ધ વ્યક્તિ સુધી પહોંચાડ્યા હતા, પણ આ વિશે વધુ માહિતી મળી શકી નથી, એમ ડેટ્રોઇટ પોલીસના વડા જેમ્સ વ્હાઇટે જણાવ્યું હતું.

પોલીસ તપાસમાં માલૂમ પડ્યું હતું કે ચાર લોકો પર ગોળીઓ એક જ બંદૂકમાંથી શૂટ કરવામાં આવી હતી, જેનાથી એ સાબિત થાય છે કે આ ગોળીઓ એક વ્યક્તિ જ ઘટનાને અંજામ આપ્યો છે તપાસ અધિકારીઓનું માનવું છે કે આ હુમલાના શિકાર બનેલા પીડિતોનો આરોપી સાથે કોઈ સંબંધ નહોતો, કેમ કે એમાં એક વ્યક્તિ તો પોતાના કૂતરાને ફરાવવા માટે નીકળી હતી, જ્યારે બીજી પીડિત વ્યક્તિ બસની રાહ જોઈ રહી હતી, એમ તેમણે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે પોલીસને એક 40 વર્ષીય મહિલા મળી છે, એક 28 વર્ષીય વ્યક્તિને પણ ગોળીઓ મારવામાં આવી હતી. આ હુમલામાં એક અન્ય 40 વર્ષીય મહિલા ત્રીજો શિકાર બની હતી. તેનું મોત થયું હતું. એક સિનિયર સિટિઝને જણાવ્યું હતું કે તેણે રસ્તા પર ઊભેલી ગાડીઓમાં એક વ્યક્તિ ઝાંખી રહેલી જોઈ હતી, ત્યારે તેણે તેને ટોક્યો તો તેણે તેના પર ગોળી ચલાવી હતી, પણ સિનિયર સિટિઝનને એક જ ગોળી વાગતાં તે બચી ગઈ હતી.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular