Sunday, May 18, 2025
Google search engine
HomeNewsInternationalજોહેનિસબર્ગના વોન્ડરર્સ સ્ટેડિયમમાં હજારો લોકોએ ઉજવ્યો ભારતનો ૭૭મો સ્વાતંત્ર્ય દિન

જોહેનિસબર્ગના વોન્ડરર્સ સ્ટેડિયમમાં હજારો લોકોએ ઉજવ્યો ભારતનો ૭૭મો સ્વાતંત્ર્ય દિન

જોહેનિસબર્ગ: ભારતની જેમ જ અહીંના વોન્ડરર્સ ક્રિકેટ સ્ટેડિયમમાં ગઈ કાલે શનિવારે ભારતીય વસાહતીઓએ માતૃભૂમિ ભારતના ૭૭મા સ્વાતંત્ર્ય દિવસની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.

આ શહેરમાં ભારતીય કોન્સલ જનરલ મહેશ કુમારે હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ભારતીય વસાહતીઓને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ૧૫,૦૦૦થી વધુ લોકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમનું આયોજન ઈન્ડિયા ક્લબ દ્વારા કરવામાં આવ્યું હતું. ૧૨-કલાક ચાલેલા કાર્યક્રમમાં ભારતના વિવિધ ભાગોના લોકપ્રિય નૃત્યો, મનોરંજક ગીત સંગીત , ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું.

દક્ષિણ આફ્રિકામાં પ્રવૃત્ત અનેક ભારતીય કંપનીઓએ એમના ઉત્પાદનો અને સેવાઓના સ્ટોલ રાખ્યા હતા. ભારતના વિવિધ ભાગોની લોકપ્રિય વાનગીઓનો સ્વાદ માણવા માટે લોકોની લાંબી લાઇન લાગી હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular