Friday, May 23, 2025
Google search engine
HomeNewsInternationalઆ કંપનીઓમાં બાળકોની સારસંભાળ માટે રજા મળે છે, જાણો...

આ કંપનીઓમાં બાળકોની સારસંભાળ માટે રજા મળે છે, જાણો…

બેંગલુરુઃ કોરોના કાળમાં સ્કૂલો અને ડે કેર સેન્ટર બંધ છે આ કારણે પેરેન્ટ્સે નોકરીની સાથે-સાથે બાળકોની દેખરેખ માટે ઘણી અડચણોનો સામનો કરવો પડે છે. આ બાબતને ધ્યાનમાં રાખતાં કંપનીઓ તેમની સુવિધાના હિસાબે નીતિઓ બનાવી રહી છે. અનેક કંપનીઓ અનલિમિટેડ ચાઇલ્ડ કેરની સુવિધા આપી રહી છે. એ સાથે પેરેન્ટ્સની સુવિધાને હિસાબે વર્ક શિડ્યુઅલ બનાવવામાં આવી રહ્યું છે.

આ કંપનીઓમાં ક્રેડ એવન્યુ, ઓકેક્રેડિટ, પ્લમ, નોવા બેનિફિટ્સ, સ્વિગી અને બાયજુસ સામેલ છે. આ કંપનીઓ કર્મચારીઓને ચાઇલ્ડ કેર રિએમ્બર્સમેન્ટની પણ ઓફર આપી રહી છે. મેટરનિટી અને પેટરનિટી લીવને પણ વધારવામાં આવી રહી છે. વળી, કોરોનાની ત્રીજી લહેરને કારણે વર્ક ફ્રોમ હોમનું રુટિન આગળ વધારવામાં આવી રહ્યું છે. 

હાલમાં ડિજિટલ બુકકીપિંગ સ્ટાર્ટઅપ ઓકેક્રેડિટએ મેટરનિટી અને પેટરનિટી લીવને વધારી દીધી છે. હવે કંપનીમાં કામ કરતી મહિલા કર્મચારી માતા બનવા પર 32 સપ્તાહની પેડ લીવ લઈ શકે છે. એ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા સમયથી છ સપ્તાહ વધુ છે. આ સિવાય તેઓ 28 સપ્તાહ સુધી ઘરેથી કામ કરી શકે છે. આ જ રીતે પિતા બનેલો કર્મચારી પણ આઠ સપ્તાહ પેડ લીવ માટે હકદાર છે અને તેઓ પણ 28 સપ્તાહ સુધી ઘરેથી કામ કરી શકે છે. આ  જ રીતે કેર્ડએવન્યુમાં માતા બનનાર કર્મચારી 26 સપ્તાહ રજા લઈ શકે છે., જ્યારે પિતાને 10 સપ્તાહની રજા મળશે. બાળકના જન્મથી એક વર્ષની અંદર આ સુવિધાનો લાભ ઉઠાવી શકે છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular