Sunday, May 18, 2025
Google search engine
HomeNewsInternationalકોરોના-રિપોર્ટ નેગેટિવ પછી ભાગેડુ ચોકસી હોસ્પિટલમાં દાખલ

કોરોના-રિપોર્ટ નેગેટિવ પછી ભાગેડુ ચોકસી હોસ્પિટલમાં દાખલ

રોસેઉઃ ભારતીય બેન્કોનું કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનાર હીરા વેપારી મેહુલ ચોકસીને કેરેબિયન દેશ ડોમિનિકાની પોલીસ કસ્ટડીમાં બહાર આવ્યા પછી ડોમિનિકાની ચાઇના ફ્રેન્ડશિપ હોસ્પિટલમાંથી દાખલ કરવામાં આવ્યો છે. 63 વર્ષીય ભાગેડુ વેપારીનો રવિવારે કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ચોકસીના એન્ટિગુઆના વકીલ જસ્ટિન સિમોને આ સમાચારની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે હું ફેક મિડિયા સૂચના નહીં આપું. હું મિડિયાથી સતર્ક છું, પણ ડોમિનિકાના પત્રકારો સાચા છે.

કેટલાક અહેવાલોમાં ઉલ્લેખ છે કે ભારતે ચોકસીનો ભારત લાવવા માટે કામૂની દસ્તાવેજો અને એક વિમાનની સાથે અધિકારીઓને ડોમિનિકા મોકલ્યા છે. ડોમિનિકાના ડફલાસ-ચાર્લ્સ એરપોર્ટ પર બોમ્બાર્ડિયર ગ્લોબલ 5000 ઊતર્યું હતું, જેણે ઝવેરી ચોકસીને પકડવા માટે ઉત્સાહ દાખવ્યો હતો, જોકે ભારત સમક્ષ મુખ્ય પડકાર એન્ટિગુઆ અને બાર્બુડામાં તેને પરત અટકાવવાનો છે, કેમ કે એન્ટિગુઆની સરકાર તેની નાગરિકતા રદ કરવા માટે કામ કરી રહી હોવા છતાં તે તેના કાયદાકીય અને બંધારણીય અધિકારનો આનંદ માણી રહ્યો છે.

દરમ્યાન અહેવાલો આવ્યા છે કે ચોકસીના અપહરણ સાથે સંકળાયેલા બે ભારતીયોએ શનિવારે ડોમિનિકા છોડી ગયા છે. ડોમિનિકાની હોટેલ ફોર્ટ યંગના મેનેજર રિકાર્ડો માન્દ્રાએ સ્વીકાર્યું છે કે ચોકસી ગુમ થયા એ પહેલાં બે દિવસ માટે એ બે ભારતીયો હોટેલમાં રહ્યા હતા. જેથી સ્થાનિક અહેવાલોમાં ઉલ્લેખ હતો કે તેઓ ભાગેડુ ચોકસીને લેવા માટે હાજર હતા, પણ આ પહેલાં માહિતી લીક થઈ ગઈ હતી.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular