Wednesday, July 23, 2025
Google search engine
HomeNewsInternationalસૌથી ઝડપથી પ્રસરતો વાઇરસ ‘ઓમિક્રોન’ 77 દેશોમાં પહોંચ્યો

સૌથી ઝડપથી પ્રસરતો વાઇરસ ‘ઓમિક્રોન’ 77 દેશોમાં પહોંચ્યો

વોશિંગ્ટનઃવિશ્વભરમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનું જોખમ ઝડપથી વધી રહ્યું છે. ઓમિક્રોન વેરિયેન્ટ ધીમે-ધીમે અનેક દેશોમાં ફેલાઈ રહ્યો છે. વિશ્વના 77 દેશોમાં ઓમિક્રોનના કેસો નોંધાઈ ચૂક્યા છે, પણ વરવી વાસ્તવિકતા એ છે કે ઓમિક્રોન આશરે બધા દેશોમાં પહોંચી ગયો છે, પણ ભલે સત્તાવાર રીતે એ પકડમાં ન આવ્યો હોય. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ અધનોમે પણ કોરોનાના નવા વેરિયેન્ટ વિશે ચેતવણી ઉચ્ચારી હતી. તેમણે જણાવ્યું હતું કે ઓમિક્રોન જે ઝડપથી વધી રહ્યો છે એટલી ઝડપે કોરોનાનો અન્ય કોઈ વેરિયેન્ટ નથી પ્રસરી રહ્યો છે.

દેશો ઓમિક્રોનના સંક્રમણને પ્રસરતો અટકાવવા માટે વિવિધ પગલાં લેવાં જોઈએ. આ નવા વેરિયેન્ટ સામે રસીકરણ એકમાત્ર ઇલાજ નથી, પણ એના સિવાય વિવિધ પગલાં યુદ્ધને ધોરણે લેવાં જોઈએ. ઓમિક્રોનનાં લક્ષણો હળવાં છે. જો એકસાથે જાહેર આરોગ્ય પર અસર કરશે તો એ આરોગ્યની સુવિધા પર ભારે દબાણ નાખશે.

અમે કોરોના રસીના બુસ્ટર ડોઝની વિરુદ્ધ નથી, પણ અમે એની અસમાનતાની સામે છીએ. ઓમિક્રોનના આવવાથી કેટલાય દેશોએ વરિષ્ઠ નાગરિકોને  કોરોનાના બુસ્ટર ડોઝની આપવાનો પ્રારંભ કર્યો છે. તેમ છતાં અમારી પાસે એવા કોઈ પુરાવા નથી કે બુસ્ટર ડોઝ આવવાથી ઓમિક્રોનને અટકાવવામાં મદદ મળશે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular