Tuesday, July 15, 2025
Google search engine
HomeNewsInternationalપાકિસ્તાનમાં વીજળી નેટવર્ક સંપૂર્ણપણે પુનઃ સ્થાપિત થયું

પાકિસ્તાનમાં વીજળી નેટવર્ક સંપૂર્ણપણે પુનઃ સ્થાપિત થયું

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં વીજળી નેટવર્ક સંપૂર્ણપણે સ્થાપિત કરવામાં આવ્યું છે, એમ એક વરિષ્ઠ સરકારી સૂત્રે રોઇટરને જણાવ્યું હતું. જોકે નેશનલ ગ્રિડમાં ખરાબીને 24 કલાક પછી ઠીક થયું છે. જોકે આ મહિનાઓ પછી દેશમાં અંધારપટ છવાયો હતો અને લાખો લોકો વગર વીજળીએ હેરાન-પરેશાન થયા હતા. સરકારે આકરી મહેનત પછી દેવાંગ્રસ્ત રાષ્ટ્રના નબળા માળખાને પ્રકાશિત કર્યું હતું.

જોકે આ આઉટેજની તપાસ શરૂ કરવામાં આવી છે, જે ગઈ કાલે સવારે સાત કલાકે શરૂ થઈ હતી. દેશમાં ઠંડીની મોસમમાં આ અંધારપટ 12 કલાકથી વધુ સમય સુધી છવાયેલો રહ્યો હતો. ઊર્જાપ્રધાને ટ્વિટર પર લખ્યું હતું કે અધિકારીઓએ દેશભરમાં વીજ પુનઃ શરૂ કરવાનું શરૂ કર્યું છે.

તેમણે લખ્યું હતું કે અમે કેટલીક અડચણોનો સામનો કર્યો છે, પણ અમે આ મુશ્કેલીઓને દૂર કરી લઈશું અને ફરી એક વાર વીજનો પુરવઠો પુનઃ અવિરત શરૂ કરી દઈશું

વીજળી ગૂલ થવા વિશે તેમણે કહ્યું હતું કે વોલ્ટેજ વધવાને કારણે ત્રણ મહિના પછી ગ્રિડમાં બીજી વાર ખરાબી સર્જાઈ હતી. જેથી પાકિસ્તાનના આશરે 2.20 કરોડ લોકોએ અંધારપટનો સામનો કરવો પડ્યો હતો.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular