Sunday, July 20, 2025
Google search engine
HomeNewsInternationalફ્રેન્ચ IT કંપની થાલીસ ભારતમાં 550 જણને નોકરીએ રાખશે

ફ્રેન્ચ IT કંપની થાલીસ ભારતમાં 550 જણને નોકરીએ રાખશે

પેરિસઃ એક તરફ દુનિયાભરની દિગ્ગજ કંપનીઓમાં કર્મચારીઓની છટણીની મોસમ ચાલી રહી છે ત્યારે બીજી તરફ ફ્રાન્સની ઈલેક્ટ્રિકલ સિસ્ટમ્સ બનાવતી તેમજ એરોસ્પેસ, ડીફેન્સ, ટ્રાન્સપોર્ટેશન, સિક્યુરિટી જેવા ક્ષેત્રો માટે સાધન-ઉપકરણો બનાવતી મલ્ટીનેશનલ કંપની થાલીસ દુનિયાભરમાં વધુ 12,000 કર્મચારીઓને નોકરીએ રાખવાની છે. આમાં ભારતમાં 550 કર્મચારીઓનો સમાવેશ થાય છે.

થાલીસ ગ્રુપ ફ્રાન્સમાં 5,500, બ્રિટનમાં 1,050, ઓસ્ટ્રેલિયામાં 600 અને અમેરિકામાં 540 નવા કર્મચારીઓને નોકરીએ રાખવાનું છે. ભારતમાં ઉત્તર પ્રદેશના નોએડા અને કર્ણાટકના બેંગલુરુમાં એન્જિનિયરિંગ સેન્ટરો છે. તે નવા કર્મચારીઓને કાયમી ધોરણે અથવા ફિક્સ-ટર્મ કોન્ટ્રાક્ટ પર રાખશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular