Friday, May 16, 2025
Google search engine
HomeNewsInternationalકરાચી શેરબજારમાં આતંકી હુમલો; ચાર ત્રાસવાદી સહિત 10નાં મરણ

કરાચી શેરબજારમાં આતંકી હુમલો; ચાર ત્રાસવાદી સહિત 10નાં મરણ

કરાચીઃ પાકિસ્તાનના સૌથી મોટા શહેર કરાચીમાં આજે ભયાનક આતંકવાદી હુમલો કરવામાં આવ્યો છે. પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જ (PSX) ઈમારતમાં કરાયેલા આ હુમલામાં 10 વ્યક્તિનાં મોત થયા છે. હુમલાને પગલે અફડાતફડી મચી ગઈ હતી. આ હુમલા બાદ પોલીસે કરેલા વળતા ફાયરિંગમાં હુમલામાં સામેલ તમામ 4 આંતકવાદીઓના ઢીમ ઢાળી દેવાયા હતા. અંધાધૂંધ ફાયરિંગમાં એક પોલીસ સબ-ઈન્સ્પેક્ટર અને ચાર સુરક્ષા ચોકિયાતો તથા એક નાગરિકનું પણ મરણ નિપજ્યું છે. આ હુમલો કરનારા હતા બલોચ લિબરેશન આર્મી (BLA)ની સૂસાઈડ સ્ક્વોડ મજીદ બ્રિગેડના ત્રાસવાદીઓ.

આ હુમલામાં 3 લોકો ઘાયલ થયા છે. ઘટના સ્થળ પર પોલીસની એક ટીમ પહોંચી ગઈ હતી. પાકિસ્તાનની સ્ટોક એક્સચેન્જની આસપાસની ઈમારતો ખાલી કરી દેવામાં આવી હતી. આ હુમલામાં ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સાથે આ હુમલા બાદ ફસાયેલા કર્મચારીઓને પાછળના દરવાથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ફાયરીંગ દરમ્યાન એક પોલીસ ઓફીસર અને એક સિક્યોરીટી ગાર્ડ ગંભીર રૂપે ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે.
કરાંચીના ઇન્સપેક્ટર જનરલના જણાવ્યા અનુસાર હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે અને તમામ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવાયા છે. રેન્જર્સ અને પોલીસ સાથે મળીને સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. કરાંચીના આઈજીના રિપોર્ટ અનુસાર હુમલાખોરોએ પોલીસ અધિકારીઓ પહેરે તેવા સાદા કપડાં પહેર્યાં હતાં. આતંકવાદીઓએ અત્યાધુનિક હથિયારો સાથે સ્ટોક એક્સચેન્જની બિલ્ડીંગ પર હુમલો કર્યો હતો. જેમની પાસે એક બેગ હતી. જેમાં વિસ્ફોટકો હોવાનો અંદાજો છે.
ચારેય આતંકીઓએ સ્ટોક એક્સચેન્જ બિલ્ડિંગમાં ગ્રેનેડ હુમલો કર્યો અને અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ તેઓ બિલ્ડીંગમાં ઘૂસી ગયા હતા.
સ્ટોક એક્સચેન્જના ડિરેક્ટર અબીદ અલીએ જણાવ્યું હતું કે આ ઘટના એક દુર્ભાગ્યપૂર્ણ છે. આતંકવાદીઓ પાર્કિંગ એરિયામાંથી ફાયરિંગ કરતાં કરતાં ઘૂસ્યા હતા.

ઘટનાસ્થળે પોલીસ અને રેંજર્સના જવાનો પહોંચ્યા હતા. સ્ટોક એક્સચેન્જની આસપાસના વિસ્તારને ખાલી કરી દેવામાં આવ્યો હતો અને ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

સ્ટોક એક્સચેન્જમાં ફસાયેલા કર્મચારીઓને પાછળના દરવાજેથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આતંકવાદીઓએ રેલવે ગ્રાઉન્ડ પેરિકિન્ગ વિસ્તામાં ઘૂસીને સ્ટોક એક્સચેન્જના મેદાનની બહાર ગોળીબાર કર્યો હતો.

કરાચી શેરબજાર પરના હુમલાની જવાબદારી બલોચ લિબરેશન આર્મી સંગઠને લીધી છે. એણે ટ્વિટર એકાઉન્ટ પર આ દાવો કરતા લખ્યું છે કે મજીદ બ્રિગેડે આ હુમલો કર્યો છે. સિંધ પોલીસ અને રેન્જર્સ અધિકારીઓના ગોળીબારમાં માર્યા ગયેલા ચારેય ત્રાસવાદીના નામ પણ સંગઠને આપ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular