Friday, May 16, 2025
Google search engine
HomeNewsInternationalઅફઘાનિસ્તાનમાંથી અમેરિકી-દળો હટાવી લેવાનો નિર્ણય યોગ્યઃ બાઈડન

અફઘાનિસ્તાનમાંથી અમેરિકી-દળો હટાવી લેવાનો નિર્ણય યોગ્યઃ બાઈડન

વોશિંગ્ટનઃ અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની આગેવાની હેઠળના લશ્કરી દળોને હટાવી લેવાના અમેરિકાની સરકારના નિર્ણયને પગલે તે દેશમાં તાલિબાન સંગઠને ફરી જોર મેળવી લીધું છે અને સત્તા ફરી કબજે કરી લીધી છે તે છતાં સુરક્ષા દળોને હટાવી લેવાના પોતાના નિર્ણયને અમેરિકી પ્રમુખ જૉ બાઈડન વળગી રહ્યા છે અને તેને યોગ્ય ગણાવ્યો છે. વ્હાઈટ હાઉસમાંથી કરેલા અને ટેલિવિઝન પર પ્રસારિત કરાયેલા રાષ્ટ્રજોગા સંબોધનમાં બાઈડને કહ્યું કે, ‘હું મારા નિર્ણયને મજબૂત રીતે વળગી રહું છું. 20 વર્ષ પછી મને સમજાયું છે કે અફઘાનિસ્તાનમાંથી અમેરિકી દળોને હટાવવાનો સારો સમય ક્યારેય આવ્યો નહોતો. અફઘાન સૈનિકો પોતે જ લડવા ઈચ્છતા નહોતા તો એ યુદ્ધમાં અમેરિકન સૈનિકોને શા માટે મરવા દેવા જોઈએ.’

દેશ છોડીને ભાગી ગયેલા અફઘાન પ્રમુખ અશરફ ઘની વિશે બાઈડને કહ્યું કે અફઘાનિસ્તાનના રાજકીય નેતાઓ હિંમત હારી ગયા, અફઘાન સૈન્યનું પતન થઈ ગયું. એ લોકો લડવાનો પ્રયત્ન કર્યા વગર જ હારી ગયા.

ઉલ્લેખનીય છે કે, તાલિબાન સંગઠન આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી સંગઠન અલ કાયદા સાથે જોડાયેલું છે એવું જણાવીને અમેરિકાએ 2001ની 11 સપ્ટેમ્બરે અફઘાનિસ્તાન પર હુમલો કર્યો હતો અને ત્યાં પોતાના સુરક્ષા દળોને ગોઠવી દીધા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular