Monday, May 19, 2025
Google search engine
HomeNewsInternationalચીનનું દેવું ચૂકવતાં-ચૂકવતાં શ્રીલંકા થઈ ગયું કંગાળ

ચીનનું દેવું ચૂકવતાં-ચૂકવતાં શ્રીલંકા થઈ ગયું કંગાળ

કોલંબોઃ ચીન પાસેથી કરજ લેવાનું શ્રીલંકાને ભારે પડી ગયું છે. આ દેશમાં આર્થિક અને માનવીય સંકટ ઘેરાં બની ગયા છે. મોંઘવારી વિક્રમી સ્તરે પહોંચી ગઈ છે. ખાદ્યપદાર્થોની કિંમત આસમાને ગઈ છે અને સરકારી તિજોરી ઝડપથી ખાલી થઈ રહી છે. આને કારણે એવી આશંકા ઊભી થઈ છે કે શ્રીલંકા કદાચ આ જ વર્ષમાં દેવાળું ફૂંકશે – નાદાર બની જશે.

કોરોનાવાઈરસ બીમારીના સંકટને કારણે શ્રીલંકાના પર્યટન ઉદ્યોગને ખૂબ માઠી અસર પહોંચી છે. વળી, સરકારી ખર્ચમાં વધારો થતાં અને કરવેરામાં કાપ મૂકવાથી પરિસ્થિતિ વધારે બગડી ગઈ છે. એમાંય ચીન પાસેથી લીધેલું કરજ ચૂકવતાં-ચૂકવતાં શ્રીલંકાની કમર ભાંગી ગઈ છે. દેશમાં વિદેશી હૂંડિયામણ (ફોરેન એક્સચેન્જ)નો ભંડાર એક દાયકામાં ન્યૂનતમ સ્તરે પહોંચી ગયો છે.  વિશ્વ બેન્કના અનુમાન અનુસાર, શ્રીલંકામાં પાંચ લાખ જેટલા લોકો ગરીબીના સકંજામાં ફસાઈ ગયા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular