Thursday, July 17, 2025
Google search engine
HomeNewsInternationalસહારા રણમાં છવાઈ બરફની સફેદ ચાદર

સહારા રણમાં છવાઈ બરફની સફેદ ચાદર

રિયાધઃ ઉત્તર આફ્રિકાના સહારા રણમાં અને બાજુના સાઉદી અરેબિયાના રણવિસ્તારોમાં ચારેબાજુએ રેતાળ માટી જ હોય, સામાન્ય રીતે અહીં તાપમાન 25-30 ડિગ્રી જેટલું રહેતું હોય, બરફ તો ભાગ્યે જ જોવા મળે. આ વખતે જોવા મળી રહ્યો છે. કુદરતનો ચમત્કાર છે. હાલ આફ્રિકા અને મધ્યપૂર્વના દેશોમાં કાતિલ ઠંડી પડી રહી છે અને લઘુત્તમ તાપમાન માઈનસ 3 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચું રહે છે. એને કારણે રણવિસ્તારોમાં હિમવર્ષા થઈ છે. રેતાળ માટી પર સફેદ બરફની ચાદર છવાઈ ગઈ છે. આ ઘટનાએ 50 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.

અત્યંત ગરમ રહેતા સહારા રણનું તાપમાન માઈનસ 3 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે જતાં ત્યાં બરફ પડ્યો છે. આવી અજબગજબની મોસમ છેલ્લા અમુક વર્ષોમાં બની રહી છે. સાઉદી અરેબિયાના વાયવ્ય ખૂણે આવેલા તાબુક પ્રદેશના રણમાં ભારે હિમવર્ષા થઈ છે. આ વિસ્તાર જોર્ડન દેશ સાથે સરહદ બનાવે છે. અહીંયા ઉનાળામાં પારો 50 ડિગ્રીથી પણ ઉપર જતો રહે છે, પરંતુ હાલ ત્યાં તાપમાન ઝીરો ડિગ્રીથી પણ નીચે ઉતરીને માઈનસમાં જતું રહ્યું છે. નાના પહાડો અને રણપ્રદેશમાં હિમવર્ષા થઈ છે. આફ્રિકાના અલ્જિરીયામાં પણ હિમવર્ષા થઈ છે. તેના અઈન સેફ્રાને રણનું દ્વાર ગણવામાં આવે છે. સહારા રણમાં તાપમાનનો પારો નીચે જતો હોય છે, પરંતુ બરફ પડે એવું ભાગ્યે જ બને છે. વિદેશી પર્યટકોની અવરજવર વધી ગઈ છે. સ્થાનિક લોકો ખુશ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular