Thursday, May 22, 2025
Google search engine
HomeNewsInternationalભારતના દુઃસાહસનો જડબાતોડ જવાબ અપાશેઃ કુરેશીની પોકળ ધમકી

ભારતના દુઃસાહસનો જડબાતોડ જવાબ અપાશેઃ કુરેશીની પોકળ ધમકી

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના વિદેશપ્રધાન શાહ મહેમૂદ કુરેશીએ કહ્યું છે કે જો ભારત તેમના દેશની સામે કોઈ દુઃસાહસ કરશે તો પાકિસ્તાન એનો જડબાતોડ જવાબ આપશે. આ પહેલાં પણ સંયુક્ત રાષ્ટ્રમાં જમ્મુ-કાશ્મીરનો મુદ્દો પૂરી તાકાતથી ઉઠાવી ચૂક્યું છે. હાલમાં તેમણે નવા રચાયેલા રાજ્યમાં ડોમિસાઇલ નિયમોને લઈને ભારતની સાથે દુષ્પ્રચાર કર્યો હતો. ગુપ્ત સૂત્રોના ઇનપુટ્સના જણાવ્યા મુજબ પાકિસ્તાન કોરોના સંક્રમણના દોરમાં પણ ભારતની સામે ષડયંત્રો રચવાથી ઊંચું નથી આવતું.

કુરેશીએ ગઈ કાલે કહ્યું હતું કે પાકિસ્તાન શાંતિ ઇચ્છે છે, પણ એની સંયમની નીતિને નબળાઈના રૂપેના લેવાવી જોઈએ. સરકારી રેડિયો પાકિસ્તાને કુરેશીને ક્વોટ કરતાં કહ્યું હતું કે જો ભારત પાકિસ્તાનની સાને કોઈ પણ દુઃસાહસ કરશે તો એનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. કુરેશીએ કહ્યું હતું કે કાશ્મીરમાં કથિત માનવાધિકારોના ઉલ્લંઘન પ્રતિ ધ્યાન ખેંચવા માટે તેમણે સંયુક્ત રાષ્ટ્રકના મહાસચિવ ઇસ્લામિક સહયોગ સંગઠનથી સંપર્ક કર્યો હતો. પ્રધાને કહ્યું હતું કે તેમણે બે વૈશ્વિક સંગઠનોના પ્રમુખોને ભારત પોતાની આંતરિક પરિસ્થિતિઓથી ગેરમાર્ગે દોરવા માટે પાકિસ્તાનની સામે છદ્મ અભિયાન ચલાવી શકે છે.

પાછલા કેટલાક દિવસોમાં ભારત દ્વારા પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર દાવો માંડવાથી પાકિસ્તાન બગવાઈ ગયું છે. પાકિસ્તાન એટલે સુધી ગભરાયેલું છે કે એણે ઓર્ગેનાઇઝેશન કો-ઓપરેશન (CIC)ની મીટિંગમાં તેણે બારત પર ઇસ્લામોફોબિયાનો આરોપ લગાવતાં કાર્યવાહી કરવાની માગ પણ કરી દીધી હતી. કુરેશીએ કહ્યું હતું કે તેમણે સંયુક્ત રાષ્ટ્ર ઓર્ગેનાઇઝેશન કોઓપરેશનના મહા સચિવોનું ધ્યાન કાશ્મીરમાં માનવાધિકારોના ઉલ્લંઘન તરફ ખેંચ્યું હતું. તેમણે બંને અધ્યક્ષોને જણાવ્યું હતું કે ભારત પાકિસ્તાન સામે ખોટું અભિયાન ચલાવી રહ્યું છે.  જેથી તેની આંતરિક સ્થિતિથી વિશ્વનું ધ્યાન બીજે દોરવાય.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular